મુંબઈઃ અક્ષય કુમાર એ કલાકાર છે જે વર્ષમાં પાંચથી છ ફિલ્મો બનાવી કાઢે છે. હવે તો પોતાની નવી ફિલ્મની જાહેરાત ટૂંક જ સમયમાં કરી શકે છે. આ ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું છે અને અક્ષય કુમાર પણ આ ફિલ્મને લઈને કામ લાગી ગયો છે. અક્ષયે આ ફિલ્મનું શુટિંગ શરૂ કરી દીધું છે. એક મોટા સ્કેલ પર તૈયાર થનારી ફિલ્મ એક એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું નામ ‘સમુક’ હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મ કનિષ્ક વર્મા બનાવી રહ્યા છે, જ્યારે વિપુલ શાહ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
ઈન્ટરનેશનલ લેવલના નિષ્ણાંતની મદદ
ફિલ્મ એક થિએટ્રિકલ રિલીઝ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર છેલ્લા બેથી ત્રણ વર્ષથી કામ ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મમાં એક્શન સિક્વન્સની સાતે હોરર કોમેડી અને સર્વાઈવલ સ્ટોરી પણ હશે. આ ફિલ્મ માટે મેકર્સે ઈન્ટરનેશનલ સ્તર પર જાણીતા નિષ્ણાંતોની મદદ લીધી છે. એકેડેમી એવોર્ડ નોમિનેટર ક્રિએચર ડિઝાઈનર એલેક ગિલિસનો પણ સમાવેશ આ ટીમમાં થાય છે.
એલિયન અને પ્રિડેટર જેવી ફિલ્મ માટે તેણે કામ કર્યું છે. તે ફિલ્મના સેન્ટ્રલ મોન્સ્ટરને ડિઝાઈન કરી શકે છે. બ્રિટિશ એક્શન ડાયરેક્ટર લ્યૂક ટમ્બર પણ ફિલ્મમાં એક્શન સિક્વન્સને સંભાળશે. એક વાત તો નક્કી છે કે, આ ફિલ્મમાં હોરર શૉ સાથે એક અલગ લેવલની એક્શન સિક્વન્સ જોવા મળવાની છે. 'અક્ષય અને હું વારંવાર સાથે આવીએ છીએ કારણ કે, અમે ક્યારેય એક જ ફિલ્મની રીમેક બનાવવાનો પ્રયાસ કર્યો નથી.
ફોર્મ્યુલાને તોડવાનો પ્રયાસ
જ્યારે પણ અમે લાઈન અપ કરીએ છીએ ત્યારે અમારો હેતુ બનાવેલા કેટલાય ફોર્મ્યુલાને તોડવાનો રહ્યો છે. પછી ભલે તે ‘આંખે’ જેવી ચોરીની થ્રિલર ફિલ્મ સાથે જોખમ લેવાનું હોય, 'વક્ત' માં ઈમોશનલ નાટક રજૂ કરવાનું હોય, 'નમસ્તે લંડન' માં એક પ્રતિષ્ઠિત રોમાંસ રજૂ કરવાનું હોય, 'સિંહ ઇઝ કિંગ' માં મોટા પાયે એક્શન-કોમેડી લાવવાનું હોય, 'એક્શન રિપ્લે' માં સાયન્સ ફિક્શન સાથે પ્રયોગ કરવાનું હોય, અથવા 'હોલિડે' માં લશ્કરી કાર્યવાહી દર્શાવવાનું હોય. એવું વિપુલ શાહે જણાવ્યું હતું.
અમે સતત એકબીજાને એવા મુદ્દાઓ પર ચેલેન્જ કરીએ છીએ જે મુદ્દાઓ પર અમે અગાઉ ક્યારેય કામ કર્યું ન હોય. આ માટે અમે કેટલાય વિષયોની ચર્ચા પણ કરીએ છીએ. આ ફિલ્મ સાથે પણ આવું જ થવાનું છે. અક્ષયે આ પહેલા 'ભૂલભૂલૈયા' જેવી હોરર કોમેડી ફિલ્મ કરી છે. હવે 'સમુક'થી ફરીવાર કોઈ નવો પ્રયોગ કરવા માટે તે જઈ રહ્યો છે.