વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર કરીને દેશમાં ફસાયા છે. જેમાં સીઆઇએ સહિત અમેરિકી વહીવટીતંત્રના સિનીયર અધિકારીઓ પણ આ કરારની સફળતા પર શંકા વ્યક્ત કરી રહ્યાછે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાનને વધુ રાહત આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ટ્રમ્પની ટીમ ઈરાન સાથેના કરાર બાદ વિભાજિત થઇ
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને આ કરાર કરવા માટે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ તેમજ ટ્રમ્પના સલાહકારો અને રાજદૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરે ટેકો આપ્યો છે. જેના પગલે હાલમાં ટ્રમ્પની ટીમ ઈરાન સાથેના કરાર બાદ વિભાજિત થઇ છે. જેમાં એક જૂથ આ કરારનો વિરોધ કરે છે. જ્યારે બીજું જૂથ તેને ટેકો આપે છે.
વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પણ વિરોધમાં સામેલ
આ ઉપરાંત સીઆઈએને એજન્ટો પાસેથી મળેલા ઇનપુટ મુજબ ચેતવણી આપવામાં આવી છે કે અમેરિકા સાથે ફરી એક વાર વિશ્વાસઘાત થઇ શકે છે. તેથી અમેરિકાને સાવચેત રહેવાની જરૂર છે. તેમજ આ કરારનો ટ્રમ્પના બે મુખ્ય સાથી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પણ છે.
સીઆઈએના ડિરેક્ટર જોન રેટક્લિફે પણ શંકા વ્યક્ત કરી
આ ઉપરાંત મીડીયા અહેવાલો મુજબ સીઆઈએના ડિરેક્ટર જોન રેટક્લિફે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું કે પુરાવાઓ ગંભીર શંકાઓ ઉભી કરે છે કે શું ઈરાન અંતિમ કરારમાં અમેરિકા મુજબ પરમાણુ કરાર માટે તૈયાર થશે કે નહીં.