Tue Jun 16 2026

Logo

ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલે આપઘાત કેસ: "દીકરી પર દબાણ હતું...", પિતાના આરોપથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ

2026-06-16 17:56:54
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ ટીવી એક્ટ્રેસ સંચિતા ઉગલેની આત્મહત્યાને લઈને અનેક કારણો ચર્ચામાં રહ્યા છે. 14 જૂનના નાલાસોપારામાં તેણે પોતાની જિંદગીની સફરનો અંત કરી નાંખ્યો હતો. આ મામલે હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પોલીસ અનેક એવા મુદ્દાઓને ક્નેક્ટ કરીને તપાસ કરી રહી છે. સમગ્ર માહોલમાં અનેક એવી શંકા-આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે એમના પરિવારે કેટલીક ચોંકાવનારી વિગત જાહેર કરી દીધી છે, જેના કારણે પોલીસને હવે વધારે શોધખોળ કરવાની ફરજ પડી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે અમુક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. એવું એમના પરિવારજનોનું કહેવું છે. 

પિતાએ કરેલો દાવો ખોટો કે સાચો?
સંચિતાની આત્મહત્યા પર એના પિતાએ ઈન્ડસ્ટ્રીવાળા કેટલાક લોકોના પ્રેશરનો દાવો કર્યો છે. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે, તે માત્ર દુનિયાને દેખાડો કરવા માટે જ ખુશ રહેતી હતી પણ એની અંદર કંઈક બીજું ચાલી રહ્યું હતું. પિતા મચ્છિન્દ્ર ઉગલેએ જણાવ્યું કે, આત્મહત્યા પાછળનું કારણ સ્પષ્ટ નથી, પણ છેલ્લા કેટલાક મહિનાથી તે કોઈ વાતને લઈને પરેશાન હતી. 

સામાન્ય રીતે તે ખુશ રહેનરી વ્યક્તિ હતી. પણ એવું અવશ્ય કંઈક થયું છે જેના કારણે સંચિતાને કંઈક થયું અને આખરે તેણે આત્મહત્યા કરી લીધી. આઘાતમાં સરી ચૂકી હતી પણ આવા આઘાત પાછળનું કારણ સ્પષ્ટ નથી. દીકરીને ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો તરફથી ખોટો દબાણ પણ કરવામાં આવી રહ્યો હતો. એને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહી હતી. 

સંચિતાના મિત્રો પણ આઘાતમાં
પિતાનું નિવેદન નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી દીધી હતી. જે દિવસે તેણે આત્મહત્યા કરી એ જ દિવસે એના વિષય સંબંધી તપાસ ચાલું કરી દેવામાં આવી હતી. ખાસ કરીને ટીવી ઈન્ડસ્ટ્રી સાથેના કેટલાક પાસાઓની પોલીસે તપાસ કરી હતી. પરિવારજનો અને સાથી મિત્રો સંચિતાના આવા પગલાંને કારણે આઘાતમાં છે અને સ્તબ્ધ છે. પિતાએ એવી વાત પણ છેલ્લે ઉમેરી હતી કે, તે ઘણા દિવસથી કંઈક તો એવું હતું જેને તે છુપાવી રહી હતી. 

માનસિક રીતે સ્ટ્રેસ અનુભવી રહી હતી. અચાનક ડિપ્રેશનમાં આવીને તેણે આવું પગલું ભરી લીધું હોય એવું પણ બને. એના વ્યવહારમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. હું સામાન્ય રીતે એના સેટ પર જતો હતો. કોઈને કોઈ વાત તો એવી છે જેને લઈને તે પરેશાન હતી પણ તે કોઈ વાતનો ફોડ પાડતી ન હતી. પરિવારમાં તેણે આ વાતની કોઈ ભનક લાગવા દીધી નથી. તે કોઈ પ્રેશરનો સામનો કરી રહી હતી. કંઈક તો એવું હતું જેના કારણે તે કોઈ અત્યાચારને સહન કરી રહી હતી. સંચિતા પાસેથી અલગ અલગ પ્રકારની માગ કરવામાં આવતી. પણ તે એ માગને લઈ સહમત હતી કે નહીં એ સ્પષ્ટ નથી. 

ઈન્ડસ્ટ્રીના લોકોની કરશે પૂછપરછ
પરિવારજનો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપ યોગ્ય છે કે અયોગ્ય એ તો પોલીસ પછી જ ખ્યાલ આવશે. બીજી તરફ એના આ પ્રકારના પગલાંથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં અનેક પ્રકારની વાતો થઈ રહી છે. ખાસ કરીને પ્રોડ્યુસર અને ડાયરેક્ટરની વાત-વલણને લઈને ફરી એકવાર નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પહેલા પણ ઘણી ટીવી ઈન્ડસ્ટ્રીના કલાકારોએ આ પ્રકારનું પગલું ભરી લેતા મામલો ગરમાયો હતો. પોલીસ આ અંગે ઈન્ડસ્ટ્રીના કેટલાક લોકો સુધી પહોંચી છે. એમની વાત પરથી શું હકીકત સામે આવે એના પરથી સમગ્ર મામલો સ્પષ્ટ થશે.