Fri Sep 04 2026

Logo

ટ્યૂનિશિયાના કોચની ટૂર્નામેન્ટની અધવચ્ચે જ હકાલપટ્ટીઃ નવા કોચનો હૅટ-ટ્રિક વર્લ્ડ કપ

New York City   2026-06-16 18:43:00
Author: Ajay Motiwala
ટ્યૂનિશિયાના કોચની ટૂર્નામેન્ટની અધવચ્ચે જ હકાલપટ્ટીઃ નવા કોચનો હૅટ-ટ્રિક વર્લ્ડ કપ

Julio Cesar Aguilar, AFP


ન્યૂ યૉર્કઃ 23મા ફિફા વર્લ્ડ કપની હજી તો શરૂઆત છે ત્યાં તો ટ્યૂનિશિયા ફૂટબૉલના સંચાલકોએ વિશ્વ કપની ટીમના કોચ સાબ્રી (Sabri) લૅમોઉચીની હકાલપટ્ટી કરી છે અને તેમના સ્થાને હવ રેનાર્ડ (Renard) નામના નવા કોચની નિયુક્તિ કરી છે. રેનાર્ડનો આ સતત ત્રીજો વર્લ્ડ કપ છે. 2018માં તેમણે મોરોક્કોની ટીમને અને 2022માં સાઉદી અરેબિયાની ટીમને કોચિંગ આપ્યું હતું.

ફૂટબૉલમાં કોચ મોટા ભાગે મૅનેજર તરીકે ઓળખાય છે અને ટ્યૂનિશિયાએ બે દિવસ પહેલાં સ્વિડન સામેની મૅચમાં 1-5થી પરાજય થતાં કોચ લૅમોઉચીને ગુડ બાય કરી દીધું છે. હવે લીગ રાઉન્ડમાં ટ્યૂનિશિયાની જાપાન અને નેધરલૅન્ડ્સ સામેની લીગ મૅચ બાકી છે અને એ માટે હવ રેનાર્ડની કોચ તરીકે નિયુક્તિ કરી છે.

વર્લ્ડ કપના થોડા દિવસ પહેલાં બેલ્જિયમ સામે ટ્યૂનિશિયાનો 0-5થી પરાજય થયો ત્યારથી જ 54 વર્ષના લૅમોઉચી પર લટકતી તલવાર હતી.

રેનાર્ડે વર્લ્ડ કપમાં કોચ તરીકેનો હોદ્દો સ્વીકારતા પહેલાં 2023માં મહિલા વર્લ્ડ કપમાં તથા 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ફ્રાન્સને સ્થાન અપાવ્યું હતું.