Fri Oct 02 2026

Logo

'ગદર' ફિલ્મનો આ આઇકોનિક સીન પાકિસ્તાનમાં નહીં, પણ અહીં શૂટ થયો હતો!

2026-06-16 17:08:00
Author: Mumbai Samachar Team
'ગદર' ફિલ્મનો આ આઇકોનિક સીન પાકિસ્તાનમાં નહીં, પણ અહીં શૂટ થયો હતો!

Gadar: Ek Prem Katha


મુંબઈ: બોલીવુડના ઇતિહાસની સૌથી યાદગાર ફિલ્મોમાંની એક ફિલ્મ 'ગદર' રહી ચુકી છે. સની દેઓલના અભિનયે આ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મ 2001માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે હાલમાં જ 25 વર્ષ પૂર્ણ કરી લીધા છે. આ ફિલ્મના ડાયલોગ્સ, સીન્સ, સોંગ્સ સહિત અન્ય ફિલ્મી દૃશ્યો એટલી હદે સફળતા મળી હતી કે ચાહકોને આજે પણ યાદ છે. પણ શું તમે જાણો છો કે 'ગદર' ફિલ્મનો એક સીન હતો હંમેશાં લોકોના દિલોદિમાગમાં યાદ છે, જેમાં સની દેઓલે હૅન્ડપંપ ઉખાડી દીધો હતો, તે સીન ક્યાં શૂટ થયેલો હતો, આવો જાણીએ....

ક્યાં શૂટ થયેલો આ સુપરહિટ સીન?
'ગદર' ફિલ્મનો પોપ્યુલર હેન્ડપંપ વાળો સુપરહિટ સીન હકીકતમાં પાકિસ્તાનમાં નહી, પણ ઉત્તરપ્રદેશ રાજ્યના લખનઊમાં ફિલ્માવવામાં આવી હતી, જે જગ્યા પર તારા સિંહ દ્વારા હૅન્ડપંપ ઉખાડવામાં આવ્યો હતો, તે લખનઊની જાણીતી કોલેજ લા માર્ટિનિયર હતી. 'ગદર-2' ફિલ્મનો હૅન્ડપંપ સીન પણ આ જ કોલેજમાં શૂટ થયો હતો. આ ફિલ્મના દિગ્દર્શક અનિલ શર્માના જણાવ્યા અનુસાર, આ કોલેજ ટુરિસ્ટો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ચુકી છે. આ શહેરની આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા રહેલી છે, ઓટો ડ્રાઈવર અને ટુરિસ્ટ ગાઈડ પણ લોકોને આ પ્રખ્યાત જગ્યાઓ પર જ્યાં આ બંને ફિલ્મનું શૂટિંગ થયું હતું, ત્યાં લઇ જતા હોય છે. અનિલ શર્માએ એ પણ જણાવ્યું કે, આગામી ફિલ્મ 'ગદર-3' નું શૂટિંગ પણ તેઓ લખનઊમાં જ કરશે. આ શહેર વિના 'ગદર' ફિલ્મ ન બની શકે. 

બોક્સઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહી હતી 
આ ફિલ્મમાં સની દેઓલ અને અમિષા પટેલ સાથે લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અમરીશ પુરીએ પણ વિલનનું ખૂબ સરસ અભિનય કર્યો હતો. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરહિટ રહી હતી. 19 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે આંકડાઓ મુજબ કુલ 133 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હતી. આ સુપરહિટ ફિલ્મની સિક્વલ 2023માં રિલીઝ થઈ હતી. આ સિક્વલ પણ સુપરહિટ રહી હતી અને આ ફિલ્મે પણ 691 કરોડ રૂપિયા જેટલું કલેકશન કર્યું હતું.