બોલીવૂડના બાજીરાવ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર 2'ની બોક્સ ઓફિસ પર ચાલી રહેલી આંધી વચ્ચે, અદિવી શેષ અને મૃણાલ ઠાકુરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડકૈત’ (Dacoit) આજે એટલે કે શુક્રવારે, 10મી એપ્રિલના રોજ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને પહેલાં દિવસે જ દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને રસપ્રદ વાત એ છે કે ઓક્યુપેન્સીની બાબતમાં તેણે 'ધુરંધર 2'ને પણ પાછળ છોડી દીધી છે. ચાલો તમને વિસ્તારથી જણાવીએ...
શૈનેલ દેવ દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક એક્શન-થ્રિલર ફિલ્મ રિલીઝ થતાની સાથે સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મમાં અનુરાગ કશ્યપ અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજોની હાજરીએ તેને વધુ ખાસ બનાવી દીધી છે. ઓક્યુપન્સીના મામલામાં આ ફિલ્મે તો રણવીર સિંહની ફિલ્મ ધુરંધર ટુને પણ પાછળ મૂકી દીધી છે.
સામે આવી રહેલાં આંકડાઓ અનુસાર, ફિલ્મ 'ડકૈત' રિલીઝના પહેલાં દિવસે સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે ₹1.85 કરોડનું શાનદાર કલેક્શન કરી લીધું છે. આ સિવાય ફિલ્મ ડકૈતે ઓક્યુપન્સીના મામલામાં ફિલ્મ ધુરંધર ટુને પાછળ છોડી દીધી છે. ફિલ્મની ઓક્યુપેન્સીએ સૌને ચોંકાવી દીધા છે. સાંજે 4 વાગ્યા સુધીમાં 'ડકૈત'ની ઓક્યુપેન્સી 22.6% નોંધાઈ હતી, જે 'ધુરંધર 2'ના 23મા દિવસની ઓક્યુપેન્સી (9.2%) કરતા ઘણી વધારે છે.
અનુરાગ કશ્યમની ફિલ્મ ડકૈતની સ્ટોરી લાઈનની વાત કરીએ તો આ ફિલ્મની વાર્તા પ્રેમ, દગો અને બદલાની આસપાસ ફરે છે. જુલિયટના દગાને કારણે હરિને 13 વર્ષની જેલ થાય છે. જેલમાંથી ભાગ્યા પછી હરિ બદલો લેવા માટે એક હોસ્પિટલમાં લૂંટ કરવાની આખી યોજના બનાવે છે, અને આ યોજનામાં તે જુલિયટને ફસાવે છે.
વાત કરીએ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે તો આ ફિલ્મમાં પ્રકાશ રાજ, અતુલ કુલકર્ણી, સુનીલ અને અનુરાગ કશ્યપ જેવા સક્ષમ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મ 10મી એપ્રિલના રોજ થિયેટર્સમાં રીલિઝ થઈ છે.