Mon May 11 2026

Logo

જર્મની ભણવા ગયેલો પંજાબી યુવક રશિયન આર્મીમાં ભરતી થયો ને મરાયો, પરિવારે ઘર વેચીને મૃતદેહ લાવવો પડ્યો

2026-05-11 09:43:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હીઃ ભારતના એક પંજાબી યુવકનું રશિયામાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પંજાબી યુવક ગુરસેવક સિંહ 2025માં વર્ક પરમિટ પર જર્મની જવાનો હતો, પરંતુ તે રશિયન સેનામાં કેવી રીતે પહોંચી ગયો? તે પણ એક પ્રશ્ન બની ગયો છે. ગુરસેવક સિંહનું રશિયન સેનામાં ભારતી થયા બાદ મોત થયું હતું. ચૌકાવનારી વાત એ છે કે, તેનો મૃતદેહ 9 મહિના પછી ઘરે આ આવ્યો છે. આજે તેની અંતિમ વિધિ કરવામાં આવી. દીકરીના મૃતદેહને પાછા લાવવા માટે અને ડીએનએ ટેસ્ટ માટે પણ પરિવારે જ રૂપિયા આપવા પડ્યાં હતાં. જેના માટે ઘર પણ વેચી દેવું પડ્યું હતું. 

દીકરા સાથે છેલ્લે સપ્ટેમ્બર 2025માં વીડિયો કોલ પર વાત થયેલી

ગુરસેવક સિંહ શ્રી હરગોબિંદપુરના બોહજા ગામનો રહેવી છે. પરિવારના જણાવ્યાં પ્રમાણે ગુરસેવક સિંહ સાથે છેલ્લે સપ્ટેમ્બર 2025માં વીડિયો કોલ પર વાત થઈ હતી, તેના પછી હવે તેનો મૃતદેહ આવ્યો છે. ત્રણ મહિના પહેલા રશિયાથી ફોન આવ્યો અને ડીએનએ સેમ્પલ માંગવામાં આવ્યાં હતાં. જો કે, દીકરાનું મોત થઈ ગયું છે તેવી કોઈ વિગતો આપવામાં આવી નથી. બાદમાં જિલ્લા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી કે, તેમરા દીકરાનો મૃતદેહ દિલ્હી આવી ગયો છે. 

વર્ક પરમિટ પર જર્મની ગયેલો યુવક રશિયન સેનામાં કેવી રીતે પહોંચ્યો?

પરિવારે કહ્યું કે, તેને 2025ની શરૂઆતમા વર્ક પરમિટ પર જર્મની ગયો હતો. પરંતુ રશિયામાં કેવી રીતે પહોંચ્યો તેની કોઈ જાણકારી નથી. દીકરાને શોધવા માટે પરિવારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અનેક પત્રો લખ્યાં પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહોતો. બાદમાં ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે તમારા દીકરાનું રશિયન સેનામાં મોત થયું છે. જેથી તેની ઓળખ કરવા માટે ડીએનએ સેમ્પલ મોકલવા પડશે. જેના માટે રૂપિયા પણ પરિવાર પાસેથી જ લેવામાં આવ્યાં હતાં. રશિયન સેનામાં ગુરસેવકનું મોત થયું તેના માટે રશિયાએ સૈન્ય સન્માન આપ્યું અને ડેથ સર્ટિફિકેટ પણ આપ્યું છે. 

ગામજનોએ આ ગુરસેવકના પરિવારને આર્થિક સહાય આપવા અને પરિવારના કોઈ એક સભ્યને સરકારી નોકરી આપવા માટે સરકરાને વિનંતી કરી છે. ચોંકાવનારી વાત એ છે કે,  રશિયન યુદ્ધ દરમિયાન તેનું મોત કેવી રીતે થયું તેની જાણકારી હજુ સુધી પરિવારને નથી આપવા માટે આવે શંકાનો વિષય બની ગયો છે. આ દીકરાના મોતના કારણે પરિવારમાં અત્યારે ભારે શોકનો માહોલ છવાયેલો છે..