મુંબઈ: મે મહિનાના બીજા રવિવારના આજે મધર્સ ડેનું લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે ત્યારે બોલીવુડના કલાકારોએ પણ પોતાના દિલની વાત કરી હતી. અમુક કલાકારોએ તો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને પોતાની માતા માટે હૃદયસ્પર્શી વાત લખી હતી. એટલે અનેક કલાકારોએ પોતાની માતા સાથેના ફોટોઝ શરે કરીને લાગણીઓ વ્યક્ત કરી રહ્યાં છે. તેવામાં બોલિવુડ સિતારાએ પોતાની માતા સાથેની કેટલીક પોસ્ટ શેર કરી છે. સામાન્ય લોકોની સાથે બોલીવુડની સેલેબ્રિટીઝ પણ પોતાની માતાને યાદ કરી ખાસ પોસ્ટ શેર કરી રહ્યા છે. સની દેઓલ, સંજય દત્ત અને અનુપમ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ માતા સાથેની અનસીન તસવીરો શેર કરી ચાહકોનું દિલ જીતી લીધું છે. ચાલો દિગ્ગજ કલાકારોની પોસ્ટ અંગે ચર્ચા કરીએ...
કયા કલાકારે કેવી રીતે વ્યક્ત કર્યો પ્રેમ?
દિગ્ગજ અભિનેતા સની દેઓલની વાત કરવામાં આવે તો, સનીએ તેની માતા પ્રકાશ કૌર સાથેની સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તેઓ એક ફોટો માતાને ગળે લગાવતા તો બીજા ફોટોમાં પહાડોમાં માતા સાથે સમય વિતાવતા જોવા મળે છે. માતા સાથેની આ તસવીરો શેર કરતા સનીએ કેપ્શનમાં લખ્યું "લવ યુ માં."
સંજય દત્ત તેની સ્વ. માતા નરગીસ દત્તને યાદ કરી ભાવુક થઈ ગયો હોય તેવી પોસ્ટ શેર કરી હતી. સંજુબાબાએ પોતાના બાળપણની તસવીર શેર કરતા લખ્યું, "મમ્મા, હું તમને ખૂબ જ મિસ કરું છું. કાશ, તમે આજે મારી સાથે હોત. તમારો પ્રેમ અને આશીર્વાદ હંમેશાં મારી સાથે છે. આ તસવીરોની વાત કરવામાં આવે તો એક તસવારીમાં સંજય તેની માતાના ખોળામાં બેઠો છે તો બીજા ફોટોમાં તે માતા અને બહેનો સાથે જોવા મળી રહ્યો છે.
माँ सिर्फ़ जन्म नहीं देती…
— Anupam Kher (@AnupamPKher) May 10, 2026
वो हमें हर दिन थोड़ा-थोड़ा बनाती है।
अपने हिस्से की नींद, खुशियाँ, इच्छाएँ और कभी-कभी पूरा जीवन तक चुपचाप हमारे नाम कर देती है।जब दुनिया हमें समझने में देर लगाती है,
माँ बिना बोले हमारी ख़ामोशी भी पढ़ लेती है।
उसकी दुआओँ में इतनी ताक़त होती है कि टूटा… pic.twitter.com/tFxtJJmXJA
અનુપમે પોતાની માતા સાથેના અનેક વીડિયો શરે કર્યા
મધર્સ ડે નિમિત્તે અનુપમ ખેરે પણ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો શરે કર્યા છે અનુપમ ખેરે તેમની માતા દુલારી દેવીના હસતા વીડિયો શેર કર્યા છે. તેમણે એક હૃદયસ્પર્શી સંદેશમાં લખ્યું કે, મા માત્ર જન્મ નથી આપતી, તે આપણને દરોજ ધીમે ધીમે આપણને આકાર આપે છે. પોતાના ભાગની ઊંઘ, ખુશીઓ, ઈચ્છાઓ અને પોતાનું આખું જીવન આપણાં નામે કરી નાખે છે. જ્યારે દુનિયા આપણને સમજતી નથી, ત્યારે મા બોલ્યા વિાન પણ આપણું મૌન વાંચી લે છે. તેની પ્રાર્થનામાં એટલી શક્તિ હોય છે કે, ગમે તેવો તૂટેલો વ્યક્તિ પણ ફરી બેઠો થઈ શકે છે. આ પોસ્ટમાં અનુપમ ખેરે પોતાની માતાની ભરપૂર વખાણ કર્યાં છે.
To my mom and my mother in law, Happy Mother’s Day.
— Rakul Singh (@Rakulpreet) May 10, 2026
One gave me life, the other gave me another beautiful family to call my own. Thank you both for your unconditional love, your guidance, and for always standing by us with so much strength and grace.
Having two mothers to love… pic.twitter.com/tpHwe0mhdh
રકુલે માતા અને સાસુ બંને માટે પોસ્ટ શેર કરી
રકુલ પ્રીત સિંહે પોતાના તેની માતા અને સાસુ બંને માટે પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે, એક માતાએ મને જીવન આપ્યું અને બીજી માતાએ મને પ્યારો પરિવાર આપ્યો. બે માતાઓનો પ્રેમ મળવો એ જીવનના સૌથી મોટા આશીર્વાદ છે. રકુલે માતા અને સાસુ બંનેનો ફોટો શેર કરીને પોતાની ખૂશી વ્યક્ત કરી છે. વધુમાં લખ્યું કે, તમારી શરતો વગરનો પ્રેમ, તમારું માર્ગદર્શન અને દરેક ક્ષણે આટલી હિંમત અને ગૌરવ સાથે મારી સાથે ઊભા રહેવા બદલ તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.