Mon May 11 2026

Logo

સોમનાથ અમૃત મહોત્સવ: 17 વખત લૂંટાયું છતાં અડીખમ રહ્યું પ્રથમ જ્યોતિર્લિંગ, જાણો ભવ્ય ઈતિહાસ

2026-05-11 15:42:00
Author: Vimal Prajapati
Article Image

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા જે મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, તે આધુનિક મંદિરના આજે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી કુંભાભિષેક કર્યો.

સોમનાથ મંદિરમાં યોજાનાર કાર્યક્રમ દરમિયાન, 51 બ્રાહ્મણો રુદ્ર પાઠ કર્યો અને વૈદિક મંત્રોચ્ચાર પણ કર્યો હતો. મહારુદ્ર યજ્ઞ દરમિયાન 01,25,000 આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી.  સોમનાથ મંદિરના મહિમાને આકાશમાંથી સલામી આપવામાં આવી હતી. સોમનાથ મંદિરના અભિષેકની 75મી વર્ષગાંઠ નિમિત્તે, મંદિરના શિખર પર પહેલીવાર કુંભાભિષેક સમારોહ યોજવામાં આવ્યો હતો. 

સોમનાથ મંદિરની આસ્થાનું પરિબળ શું છે?

સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો, આ ખૂબ જ પવિત્ર ભૂમિ હોવાનું મનાય છે. અહીં ચંદ્રમાએ શિવની ભક્તિ અને તપસ્યા કરી હતી. ચંદ્રની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને આશીર્વાદ આપ્યાં અને શ્રાપમાંથી મૂક્ત કર્યાં હતા. એવું પણ માનવામાં આવે છે કે, આ એ જ સ્થળ છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની છેલ્લી યાત્રા કરી હતી. માન્યતાઓ પ્રમાણે સોમનાથ મંદિરને ચાર ચરણમાં બનાવાવમાં આવ્યું ચે. પહેલું ભગવાનો સોમ દ્વારા સોનાથી, રવિ દ્વારા ચાંદીથી, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા લાકડાંથી અને રાજા ભીમદેવ દ્વારા પથ્થરથી બનાવવામાં આવ્યું હતું. 

શિખર પર 10 ટનનો કળશ રાખવામાં આવેલો છે

મંદિરમાં ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ આવેલા છે. શિખર 155 ફૂટ ઊંચા છે. આ શિખર પર જે કળશ રાખવામાં આવેલો છે તેનું વજન આશરે 10 ટન જેટલું છે. આ ધ્વજસ્તંભ 27 ફૂટ ઊંચો છે અને તેનો પરિઘ 1 ફૂટ છે. બનાવટની વાત કરવામાં આવે તો વર્તમાન મંદિર કૈલાશ મહામેરૂ પ્રસાદ શૈલીમાં બનેલું છે. જેનો મહારાણી અહિલ્યાબાઈ દ્વારા જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો તે મંદિર મુખ્ય મંદિરના પરિસર પાસે આવેલું છે. 

આ મંદિર પર ક્યારે અને કોણ હુમલા કર્યાં હતા?

ઇતિહાસકારોના મતે ઈ.સ 1026માં ગઝનવી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઈતિહાસકારો કહે છે કે સોમનાથ મંદિર પર એક બે વખત નહીં, પરંતુ કુલ 17 વખત હુમલાઓ થયાં હતાં. તે પછી ઈ.સ 1311માં અલાઉદ્દીન ખિલજીના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું. તેના 15 વર્ષ પછી ઇ.સ 1326માં મુહમ્મદ બિન તુઘલક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી ઈ.સ 1395માં દિલ્હી સલ્તનતના ઝફર ખાન દ્વારા સોમનાથ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. 

ઇ.સ 1451માં મહમૂદ બેગડાએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો અને મંદિરને લૂંટ્યું હતું. આ પછી છેક 17મી સદીમાં સોમનાથ મંદિર ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.  સોમનાથ મંદિર સનાતન ધર્મની અતૂટ આસ્થાનું પ્રતીક છે. આ મંદિર પર 1026માં ગઝનવીથી લઈને 17મી સદીમાં ઔરંગઝેબ સુધી અનેક આક્રમણખોરોએ હુમલા કર્યા અને તેને તોડ્યું, પરંતુ દર વખતે આસ્થાના જોરે તે ફરી બેઠું થયું છે. 

સોમનાથ મંદિરના મુખ્ય આકર્ષણો ક્યાં છે?

સોમનાથ ભારતમાં આવેલી 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. શાસ્ત્રો, પુરાણો અને લોક પરંપરાઓમાં તેનું ખૂબ મહત્વ છે. સ્કંદ પુરાણમાં પણ સોમનાથનું વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. સોમનાથ મંદિર ચંદ્ર દેવ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સોમનાથ મંદિર ૧૫૫ ફૂટ ઊંચું છે અને બે માળનું માળખું છે. મંદિરના ધ્વજસ્તંભની લંબાઈ 11 મીટર છે જ્યારે વિશેષતાઓ 1,666 સોનાથી ઢંકાયેલા કળશ છે અને કળશનું વજન ૧૦ ટન હોવાનું માનવામાં આવે છે. 

મંદિરનું સોનું કોણે લૂંટ્યું હતું એ પણ જાણો

સોમનાથ મંદિરના રહસ્યોની વાત કરવામાં આવે તો, પ્રાચીન સોમનાથ મંદિર 56 લાકડાના થાંભલાઓ પર ટકેલું હતું. મુખ્ય મૂર્તિ કોઈ પણ દૃશ્યમાન આધાર વિના હવામાં લટકતી હતી. ઈતિહાસકારોના મતે પ્રાચીન સોમનાથ મંદિરની છત સોનાથી જડેલી હતી. સોમનાથ મંદિરમાં શિવલિંગ જમીનથી બે ફૂટ ઊંચાઈ પર સ્થિત હતું. શરૂઆતમાં મંદિરમાં 40 મણ વજનનો સોનાનો ઘંટ લટકાવવામાં આવ્યો હતો. ઈતિહાસકારો કહે છે કે મોહમ્મદ ગઝનીએ મંદિરમાંથી 6 ટન સોનું લૂંટી લીધું હતું. 

કોણે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવ્યું?

સોમનાથ મંદિરના પુનર્નિર્માણની વાત કરવામાં આવે તો મંદિરના પુનર્નિર્માણનું કામ 1947માં શરૂ થયું કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે પુનર્નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રાજા દિગ્વિજય સિંહે શિલાન્યાસ કર્યો હતો. સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો શિલાન્યાસ 8 મે, 1950ના કર્યો હતો. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા તારીખ 11 મે, 1951ના મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ 1961માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરને 1995માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું.