Mon Oct 05 2026

Logo

પાકિસ્તાની પ્રધાને જ દેશની પાયમાલ અર્થવ્યવસ્થાની પોલ ખોલી, 8 અબજ ડોલર ડૂબ્યા હોવાના દાવો

islamabad   2026-05-11 15:20:48
Author: Vimal Prajapati
પાકિસ્તાની પ્રધાને જ દેશની પાયમાલ અર્થવ્યવસ્થાની પોલ ખોલી, 8 અબજ ડોલર ડૂબ્યા હોવાના દાવો

(Pakistan Investment Minister) Qaiser Ahmed Sheikh


ઈસ્લામાબાદ: પાકિસ્તાનની પાયમાલ અર્થવ્યવસ્થા અને સરકારોના પોકળ દાવાઓની પોલ હવે તેમના પોતાના પ્રધાનો જ ખોલી રહ્યા છે. પાકિસ્તાનના રોકાણ પ્રધાન (Pakistan Investment Minister) કૈસર અહેમદ શેખે એક ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષ 2018 થી 2024 વચ્ચે દેશે આશરે 8 અબજ ડોલરનું વિદેશી રોકાણ અને લગભગ પાંચ લાખ ઔદ્યોગિક નોકરીઓ ગુમાવી દીધી છે. પાકિસ્તાનમાં એવી સ્થિતિ છે કે, તેને અત્યારે વિદેશી લોન પર જ નિર્ભર રહેવું પડી રહ્યું છે

CPEC: ‘ગેમ ચેન્જર’ થી ‘કરજના જાળ’ સુધીની સફર
પાકિસ્તાની અખબાર 'ડૉન' ના એક અહેવાલ પ્રમાણે જે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) ને ક્યારેક અર્થતંત્ર માટે 'ગેમ ચેન્જર' માનવામાં આવતો હતો, તે હવે કરજ અને નિષ્ફળતાનું પ્રતિક બની ગયો છે. પાકિસ્તાને ચીન પાસેથી તોતિંગ વ્યાજે લોન લઈને રસ્તાઓ અને ઉર્જા પ્રોજેક્ટ્સ તો શરૂ કર્યા, પરંતુ ઉદ્યોગો માટે જરૂરી પાયાની સુવિધાઓ વિકસાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. એટલે કે રૂપિયા દેશમાં આવ્યાં છે પરંતુ ક્યાં વપરાયા છે તેનો કોઈ આંકડો નથી. 

ચીની કંપનીઓને પાકિસ્તાન પર વિશ્વાસ નથીપાકિસ્તાનમાં ચીનની ખાનગી કંપનીઓને આકર્ષીત કરવા માટે  'સ્પેશિયલ ઇકોનોમિક ઝોન' બનાવવામાં આવ્યાં હતા તેનું કામ પણ દાયકાઓથી અધૂરુ પડ્યું છે. આયોજન મુજબ સૂચિત નવ ક્ષેત્રોમાંથી માત્ર ચાર જ પ્રારંભિક સ્તરથી આગળ વધી શક્યા છે. આ જ કારણ છે કે ચીનની ખાનગી કંપનીઓએ પાકિસ્તાનમાં ફેક્ટરીઓ નાખવાનું ટાળ્યું છે. જે થોડીઘણી કંપનીઓ આવી, તેમણે પણ નિકાસ વધારવાને બદલે માત્ર પાકિસ્તાનના સ્થાનિક બજાર પર ધ્યાન આપ્યું, જેનાથી દેશના વિદેશી મુદ્રા ભંડારને કોઈ ફાયદો થયો નથી. વિદેશી રોકાણકારો હવે પાકિસ્તાન પર વિશ્વાસ કરવા માટે તૈયાર નથી.