Mon May 11 2026

Logo

પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોની વહેંચણી, જાણો વિગતે

2026-05-11 19:10:10
Author: Chandrakant Kanoja
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારની રચના થઇ છે. તેમજ સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. જેની બાદ આજે પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. જેમાં દિલીપ ઘોષને પંચાયત અને ગ્રામીણ વિકાસ અને કૃષિ માર્કેટિંગ, અગ્નિમિત્રા પોલને શહેરી વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, અશોક કીર્તનિયાને ખાદ્ય વિભાગ, ખુદીરામ ટુડુને આદિવાસી વિકાસ વિભાગ અને નિશીથ પ્રામાણિકને રમતગમત અને યુવા કલ્યાણ વિભાગ અને ઉત્તર બંગાળ વિકાસ વિભાગ ફાળવવામાં આવ્યા છે. જ્યારે સીએમ સુવેન્દુ અધિકારીએ ગૃહ વિભાગનો હવાલો પોતાની પાસે રાખ્યો છે. 

કેબિનેટની પ્રથમ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો

જ્યારે આજે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની અધ્યક્ષતામાં કેબિનેટની પ્રથમ બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા અને વિવિધ મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી. જેમાં સરહદ સુરક્ષા સંબંધિત સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાં  ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ વગરના વિસ્તારોમાં વાડ કરવા માટે બીએસએફ ને જમીન ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષનો વધારો

આ ઉપરાંત કેબિનેટમાં યુવાનો માટેના નિર્ણયમાં સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે રોજગારીની તકોમાં વધારો થશે. 

પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે, આ સરકાર મહત્વ પર નહીં પણ નીતિ પર ચાલી રહી છે. તેમજ  લોકોનો વિશ્વાસ, સુરક્ષા અને વિકાસ સરકારની ટોચની પ્રાથમિકતાઓ છે. આ બેઠક અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 

વસ્તી ગણતરી વિભાગ શરૂ કરવામાં આવશે

તેમજ  ગૃહ મંત્રાલયના 16 જૂન 2025 ના રોજના વસ્તી ગણતરી નિર્દેશ મુજબ પાછલી સરકાર દ્વારા મુલતવી રાખવામાં આવેલા વસ્તી ગણતરી વિભાગ શરૂ કરવામાં આવશે.તેમજ કાયદો વ્યવસ્થાના સુધાર માટે રાજકીય હત્યાઓમાં સામેલ લોકો પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.