Tue Oct 06 2026

Logo

PHOTOS: સોમનાથમાં મોદીએ કર્યો રોડ શો, મહાદેવને કર્યો જળાભિષેક

2026-05-11 12:35:00
Author: Mayur Patel
PHOTOS:  સોમનાથમાં મોદીએ કર્યો રોડ શો, મહાદેવને કર્યો જળાભિષેક

સોમનાથઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમણે સોમનાથમાં 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. કાળઝાળ ગરમીમાં પણ પીએમ મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

રોડ શો દરમિયાન પીએમ મોદી સાથે જીપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી જોવા મળ્યાં હતાં. 


રોડ શો બાદ પીએમ મોદી સોમનાથ મંદિરમાં પહોંચ્યા અને પૂજા વિધિ કરી હતી. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ  સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવીને પીએમ મોદીએ પવિત્ર જળાભિષેક કર્યો હતો.

મંદિરમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પીએમ મોદીએ દેવાધિદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ અમૃતપર્વના આ પાવન અવસરે પીએમ મોદી દ્વારા લોકકલ્યાણની મંગલ કામના સાથે મહાદેવ પ્રાર્થના કરવામાં આવી હતી.

આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર શિવમય અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદીએ ભક્તિભાવ સાથે દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી. 

ઉત્તરાખંડથી ભૈરવનાથ ડમરુ મંડળના યુવાનોએ PM મોદીના રોડ શો દરમિયાન રથની આગળ ડમરું નાદ કર્યો હતો.