Wed Jun 24 2026

Logo

ચંદ્ર ગ્રહણના દિવસે સર્જાયો દુર્લભ સંયોગ, આ રાશિઓના જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

2026-03-03 17:35:48
Author: Darshna Visaria
Article Image

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં નવે નવ ગ્રહોનું એક આગવું પ્રભુત્વ વિશે જણાવવામાં આવ્યું છે, પરંતુ આધુનિક જ્યોતિષીય ગણતરીમાં પ્લુટો કે જેને 'યમ' ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તેને એક ખૂબ જ અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. પ્લુટો એ પરિવર્તન, રહસ્ય અને વિનાશ પછીના સર્જનનો કારક છે. આ ગ્રહ એક રાશિમાં લગભગ 17થી 18 વર્ષ સુધી રહે છે, તેથી તેનું નક્ષત્ર પરિવર્તન એક દુર્લભ અને મોટી જ્યોતિષીય ઘટના ગણાય છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આજે એટલે કે ત્રીજી માર્ચ, 2026ના બપોરે 02.06 કલાકે યમ ગ્રહ ચંદ્રના શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. યમ ગ્રહ આગામી 13મી જુલાઈ સુધી આ જ નક્ષત્રમાં બિરાજમાન રહેશે. યમનું આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળવાની સાથે સાથે જ લાભ પણ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેવાનું છે-

વૃષભઃ

યમ ગ્રહ વૃષભ રાશિના જાતકોના ભાગ્યના ઘરમાં એટલે કે નવમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ ગોચરને કારણે લાંબા સમયથી અટકી પડેલાં કાર્યોમાં અચાનક ગતિ આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લાંબા અંતરની કે ધાર્મિક યાત્રાથી મોટો લાભ થવાની શક્યતા છે. શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ધાર્યું ફળ મળશે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પ્લુટો સાતમા ભાવમાં બિરાજમાન થશે, જે લગ્ન અને ભાગીદારીનું સ્થાન છે. જો જીવનસાથી સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હશે તો આ સમયગાળા દરમિયાન તેનો અંત આવશે અને સંબંધોમાં મધુરતા આવશે. જીવનસાથીના સહયોગથી તમે વ્યવસાય કે કરિયરમાં નવી ઊંચાઈઓ સર કરી શકશો. પારિવારિક ભાગીદારીમાં વ્યવહાર કરતી વખતે થોડી સ્પષ્ટતા રાખવી જરૂરી છે.

કન્યાઃ

તમારી રાશિના પાંચમા ભાવમાં પ્લુટોનું ભ્રમણ સંતાન અને શિક્ષણ માટે અત્યંત શુભ છે. સંતાન પક્ષે ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે અને તેમના તરફથી કોઈ સારા સમાચાર મળશે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ ઓછો થશે. જે લોકો કલા, લેખન કે રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમની પ્રતિભા ખીલી ઉઠશે અને સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.