દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રુધરફર્ડ અને શાઇ હોપની 119 રનની ભાગીદારી, શ્રેણી લેવલ કરવાના મૂડમાં
મયંક યાદવ નામના વાવાઝોડામાં વેસ્ટ ઇન્ડિઝના ટૉપ-ઑર્ડરના ત્રણ બૅટ્સમેન ભોગ બન્યા ત્યાર બાદ કૅપ્ટન-ઓપનર શાઇ હોપે (63 નૉટઆઉટ, 32 બૉલ, પાંચ છગ્ગા, સાત ચોગ્ગા) એક ગઢ સાચવી રાખ્યો અને તેને રુધરફર્ડ (84 નૉટઆઉટ, 36 બૉલ, સાત છગ્ગા, સાત ચોગ્ગા)નો સારો સાથ મળ્યો. બન્નેએ બાવન બૉલમાં 119 રનની અતૂટ ભાગીદારીથી ભારતે આપેલા 250 રનના લક્ષ્યાંકને પહોંચવાનું બીડું ઝડપ્યું હતું. બન્ને બૅટ્સમેન 1-1થી સિરીઝ લેવલ કરવાના મૂડમાં હતા.

મયંકે કલાકે 149.5 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને પૉવેલનું સ્ટમ્પ ઉખાડી નાખ્યું
દિલ્હીમાં રહેતા 24 વર્ષના રાઇટ-આર્મ ફાસ્ટ બોલર મયંક યાદવે પોતાની પહેલી જ ઓવરમાં ઉપરાઉપરી બે બૉલમાં વિકેટ લીધા પછી ત્રીજી ઓવરમાં તે ફરી ત્રાટક્યો હતો અને કલાકે 149.5 કિલોમીટરની ઝડપે બૉલ ફેંકીને રૉવમૅન પૉવેલનું ઑફ સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું. પૉવેલે 13 બૉલમાં એક છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા અને મોટી ઇનિંગ્સની તૈયારી સાથે રમી રહ્યો હતો, પણ મયંકનો બૉલ તેના ફ્રન્ટ પૅડને અડક્યા બાદ સ્ટમ્પ્સ તરફ ગયો હતો અને પળવારમાં તેનું ઑફ સ્ટમ્પ નીકળી ગયું હતું. ત્યારે કૅરિબિયનોને સ્કોર ત્રણ વિકેટે 58 રન હતો અને 250 રનના તોતિંગ લક્ષ્યાંક સામે આઠમી ઓવરમાં કુલ સ્કોર 3/93 હતો. કૅપ્ટન શાઇ હોપ 39 રન પર રમી રહ્યો હતો.
રાહુલ ગાંધીએ કહ્યું અમે રાષ્ટ્રપતિને વોટ ચોરીના પુરાવા આપીશું
દેશમાં સીઇસી અને વોટ ચોરી મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌમુદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમજ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિએ અમારી પાસે વોટ ચોરીના પુરાવા માંગ્યા છે.
મયંક યાદવ ત્રાટક્યોઃ 143 અને 144 કિલોમીટરવાળા બૉલમાં લીધી બૅક-ટુ-બૅક વિકેટ
ભારતના એક સમયના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવે રાંચીમાં કૅરિબિયનોને ધ્રુજાવી દીધા છે. તેણે દાવની પહેલી જ ઓવરમાં ઉપરાઉપરી બે બૉલમાં વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી. તેનો ત્રીજો બૉલ કલાકે 143 કિલોમીટરની ઝડપવાળો હતો જેમાં કમિલ પૂરન સબસ્ટિટ્યૂટ બિશ્નોઈના હાથમાં કૅચઆઉટ થયો હતો. મયંકનો ચોથો બૉલ કલાકે 144 કિલોમીટરની ઝડપવાળો હતો જેમાં તેણે 87 ટી-20 મૅચના અનુભવી અને 1,600-પ્લસ રન બનાવી ચૂકેલા શિમરૉન હેટમાયર (0)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. મયંકના વેગીલા બૉલને હેટમાયર સમજે એ પહેલાં તેની બેલ્સ ઉડી ગઈ હતી. ચોથી ઓવરમાં કૅરિબિયનોનો સ્કોર બે વિકેટે 47 રન હતો.

કિશન ધૂમધડાકા કરીને આઉટ, સૅમસન 75 રન પર નૉટઆઉટ
બિહારમાં જન્મેલો ઇશાન કિશન (43 રન, બાવીસ બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા) ડોમેસ્ટિક ક્રિકેટમાં ઝારખંડ વતી રમે છે એટલે આ રાજ્યના રાંચી શહેરમાં તેની બોલબાલા છે અને તે વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટી-20માં ચાહકોને સારું મનોરંજન કરાવીને આઉટ થઈ ગયો હતો. તેણે ચાર છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી 35 બૉલમાં બનાવેલા 75 રને રમી રહેલા સૅમસન સાથે બીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. કિશનની વિકેટ ભારતનો સ્કોર બે વિકેટે 139 રન હતો અને કૅપ્ટન શ્રેયસ તથા કોચ ગંભીરે શિવમ દુબેને બૅટિંગમાં પ્રમોટ કરીને સૅમસન સાથે રમવા મોકલ્યો હતો.

અભિષેક પાછો સસ્તામાં આઉટ, પણ સૅમસન હવે ચમકે છે
રાંચીમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી ટી-20માં અભિષેક શર્મા ફક્ત 20 રન બનાવીને આઉટ થયો, પણ સંજુ સૅમસન (બાવન નૉટઆઉટ, 21 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) અસલ મિજાજમાં રમી રહ્યો છે. અભિષેકની વિકેટ 42 રન પર પડી ત્યાર પછી સૅમસન અને કિશન (છ નૉટઆઉટ)ની જોડીએ બાજી સંભાળી લીધી હતી. પાવરપ્લેની છ ઓવરમાં ભારતનો સ્કોર એક વિકેટે 79 રન હતો. ભારતનો રનરેટ 13.16 હતો. છેલ્લા 12 બૉલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. સૅમસને 21 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી.

લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી પરિણામો અંગે પીએમ મોદીનું નિવેદન, કહ્યું આ જનાદેશ અમને મજબૂત બનાવશે
દેશના ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો અને લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં મોટા ભાગે ભાજપની જીત થઇ છે. જેના પગલે પીએમ મોદીએ પેટાચૂંટણીના સારા પરિણામો અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું લોકોના સતત આશીર્વાદ બદલ હું તેમનો આભારી છું. નાગાંવ લોકસભા ચૂંટણી અને નંદીગ્રામ તથા રેજીનગર વિધાનસભા ચૂંટણીના પરિણામો ફરી એકવાર સુશાસનના ભાજપ-એનડીએના એજન્ડા સાથે લોકોના ગાઢ જોડાણને દર્શાવે છે. હું વિજયી ભાજપ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને અમારા પક્ષના કાર્યકરોની સખત મહેનતની પણ પ્રશંસા કરું છું.
ભારતને પ્રથમ બૅટિંગ મળીઃ વૈભવ નથી, ટીમમાં કોઈ ફેરફાર પણ નહીં
રાંચીમાં ભારત સામે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની બીજી મૅચમાં વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન શાઇ હોપે વરસાદના ભય વચ્ચે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. ભારતે પ્રથમ મૅચની જ પ્લેઇંગ ઇલેવન જાળવી રાખી છે જેનો અર્થ એ છે કે વૈભવ સૂર્યવંશીએ ફરી બેન્ચ પર બેસવું પડશે અને સંજુ સૅમસને હવે તો કૌશલ્ય બતાવવું જ પડશે. વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં મૅથ્યૂ ફોર્ડેની જગ્યાએ ગુડાકેશ મૉટીને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ભારતીય ટીમઃ શ્રેયસ, અભિષેક, સૅમસન (વિકેટકીપર), કિશન, તિલક, શિવમ, નમન ધીર, અક્ષર, કુલદીપ, મયંક યાદવ અને અર્શદીપ.

ગુજરાતમાં એકતા પરેડમાં આવેલા સુરક્ષા જવાનો ડેન્ગ્યુની ચપેટમાં, એક જવાનનું મોત, 37 દાખલ
ગુજરાતના કેવડિયા ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' પર 'એકતા દિવસ'ની પરેડમાં ભાગ લેવા આવેલા 87 સુરક્ષાકર્મીઓને ડેન્ગ્યુ તાવના લીધે છેલ્લા 10 દિવસથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 50 જવાનોને રજા આપવામાં આવી છે. તેમજ એક જવાનનું મૃત્યુ થયું છે. આ જવાનોમાં BSF, CRPF અને ITBP નો સમાવેશ થાય છે.
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભાણીની હત્યા કરનારા મામાને ફાંસીની સજા
ગુજરાત સરકાર દ્વારા બાળકીઓ અને મહિલાઓ સામે થતા ગુનાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ કડક અમલીકરણના ભાગરૂપે જામનગર જિલ્લામાં માસૂમ બાળકીની ઘાતકી હત્યાના કેસમાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
દિલ્હી થી લઈને ગુજરાત -તમિલનાડુ સુધી ડેન્ગ્યુના કેસો વધ્યા, હોસ્પિટલમાં લોકોની ભીડ વધી
દેશમાં ચોમાસાની વિદાય સાથે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેમાં પણ ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં દિલ્હી, ગુજરાત અને છેક તમિલનાડુ સુધી વધારો થયો છે. જેમાં ઓકટોબર માસના આઠ દિવસોમાં ડેન્ગ્યુના કેસો વધતાં હોસ્પિટલમાં લોકોની ભીડ વધી રહી છે.
નાવી પિલ્લાઇને મળ્યો શાંતિનો નોબલ પુરસ્કાર
સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ માનવાધિકાર વડા નવનેથમ નાવી પિલ્લઈને 2026નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તેમને આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય કાયદામાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો છે. નોબેલ જ્યુરીએ શુક્રવારે નોર્વેના ઓસ્લોમાં આની જાહેરાત કરી હતી. તાજેતરમાં થયેલી હિંસા માટે શાંતિનો નોબેલ પુરસ્કાર મેળવનાર નાવી પિલ્લઈએ દેશો અને રાષ્ટ્રીય નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે હિંસા અને સંઘર્ષના પીડિતો માટે આશા જગાવી છે.
CJPના પ્રદર્શને ધ્યાને રાખતા રેલવેનો મોટો નિર્ણય, અનેક ટ્રેનો કરાઈ રદ્દ
નવી દિલ્હીઃ દિલ્હી આવતા-જતા રેલ યાત્રીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. સીજેપી દ્વારા 10 તારીખે મોટા આંદોલનની જાહેરાત કરવામાં આવી તેને લઈને રેલવે વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે મુંબઈ રાજધાની, પટના-દિલ્હી તેજસ રાજધાની અને અમૃત ભારત એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. સવારે 4:00 થી બપોરે 2:00 વાગ્યાની વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવનારી અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને તેમના મૂળ સ્ટેશનોથી જ રદ કરવામાં આવશે.
કચ્છના ખાવડા સોલાર પાર્ક નજીક ગંભીર માર્ગ અકસ્માતમાં સાતના મોત
કચ્છના ખાવડા સોલાર એનર્જી પાર્ક નજીક બોલેરો અને ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 7 પરપ્રાંતીય શ્રમિકોના મોત અને 22 થી વધુ ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ખાવડા પાસેના એશિયાના સૌથી મોટા મનાતા સોલાર એનર્જી પાર્ક પાસે આ ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને ભુજ ખાતેની જી.કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકોનો પોસ્ટમોર્ટ માટે ભુજ ખસેડવામાં આવ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
5 વિધાનસભા અને 1 લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે
નવી દિલ્હીઃ દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સૌની નજર ચાર વિધાનસભા બેઠકોના પરિણામો પર છે. પશ્ચિમ બંગાળમાં રેજીનગર અને નંદીગ્રામ, તથા તમિલનાડુમાં મધુરાન્થકમ અને ધરાપુરમ બેઠક પર આજે પરિણાણો જાહેર કરવામાં આવશે. તમામ બેઠકો માટે મતગણતરી સવારે 08 વાગ્યે શરૂ થઈ છે.
ઇઝરાયેલ કેપ્ટન સ્મિત મચ્છરનું પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માનિત કરશે
ફ્લાયદુબઈ વિમાનના કોકપીટમાં પોતાના સહ-પાઇલટ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર અને 174 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયલનો 'નાગરિક વીરતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર' (પ્રેસિડેન્સિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ - Presidential Award for Civilian Heroism) પ્રાપ્ત થશે. નાગરિક બહાદુરી માટે આ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ઓમાનના વતની હમ્મામ અલ-હમ્મામીએ કોકપીટની અંદર ઇમરજન્સી કુહાડીનો ઉપયોગ કરીને હુમલો કર્યો ત્યારે માછરને ગંભીર ઇજા થઈ હતી. ભારતીય પાઇલટ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો. આ કામગીરીથી ઇઝરાયલી મુસાફરો કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબુમાં લઈ શક્યા.
'INDIA' ગઠબંધન આજે ફરી દિલ્હીમાં રસ્તા પર ઉતરશે
નવી દિલ્હીઃ વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRમાં ગેરરીતિઓના આરોપોને લઈને પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, વિપક્ષી સાંસદો આજે ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. તેમની આયોજિત રણનીતિના ભાગરૂપે, તેઓ સંસદ ભવન ખાતે એકઠા થશે અને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે.