Wed Nov 11 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 08 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-08 07:39:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 08 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-08 22:26:37

દિલ્હીમાં સીજેપીના વિરોધ પ્રદર્શનના પગલે સઘન સુરક્ષા વ્યવસ્થા, 20000 સુરક્ષા જવાનો તૈનાત

નવી દિલ્હીમાં 10 ઓકટોબરના રોજ સીઇસીના મુદ્દે યોજનારા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને જાળવવા માટે 20,000 થી વધુ પોલીસ અને  અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

2026-10-08 21:38:26

સીજેપી વિરુદ્ધ જંતર મંતર લાઠી લઇને પહોંચશે રિન્કુ યાદવ, પહેલવાનો અને જિમ જતાં લોકોને પણ જોડાવા અપીલ

નવી દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા 10 ઓકટોબરના રોજ સીઇસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન યોજવાના છે. ત્યારે હવે સીજેપીના આંદોલન વિરોધ કરવાની પણ અપીલ કરવામાં આવી રહી છે. જેમાં સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર રિન્કુ યાદવ જે  કુમુદ રાવ તરીકે પણ ઓળખાય છે. તેમણે કુસ્તીબાજો અને જિમમાં જતાં લોકોને લાઠીઓ સાથે ગુરુગ્રામમાં એકત્ર થવા અપીલ કરી છે.

2026-10-08 18:34:54

કેન્સરના દર્દીઓને રાહત,ભાવ નિયંત્રણ વગરની દવાઓ પર ટ્રેડ માર્જિન 30 ટકા કરાશે

કેન્દ્ર સરકારે કેન્સરના દર્દીઓને રાહત આપતો મોટો નિર્ણય કર્યો છે. જેમાં કેન્સરની (નોન-શિડ્યુલ) ભાવ નિયંત્રણ વગરની દવાઓ પર ટ્રેડ માર્જિન 30 ટકા કરવાનો નિર્ણય લીધો છે. જેનો મતબલ સરકાર હવે ભાવ નિયંત્રણ બહારની દવા પર નફાનું પ્રમાણ નક્કી કરવા જઇ રહી છે. જેના લીધે અનેક દવાની એમઆરપીમાં 70 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. જેનો લાભ કેન્સરના દર્દીઓને આર્થિક રાહતરૂપે મળશે.

2026-10-08 17:45:14

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણયો, ટેક્સ અધિકારી પાસેથી ધરપકડની સત્તા છીનવાઇ

જીએસટી કાઉન્સિલની 57મી બેઠકમાં વેપારીઓને રાહત આપતા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ટેક્સ અધિકારી પાસેથી મનસ્વી રીતે ધરપકડ કરવાની સત્તા પરત લેવામાં આવી છે. તેમજ હવે ધરપકડ પૂર્વે કોર્ટનો આદેશ મેળવવો પડશે.

2026-10-08 17:13:53

સીઇસી મુદ્દે વિરોધ વચ્ચે 42 પૂર્વ જજોનો નાગરિકોને ખુલ્લો પત્ર, કહ્યું ટીકા કરવાનો અધિકાર પરંતુ બદનામ કરવાનો નહિ

દેશમાં સીઇસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે દેશની બંધારણીય સંસ્થા અને શાખ પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. આ દરમિયાન દેશના 42 પૂર્વ જજો અને નિવૃત બંધારણીય અધિકારીઓએ નાગરિકોને એક ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે લોકોને ટીકા કરવાનો અધિકાર છે પરંતુ બદનામ કરવાનો કોઇ અધિકાર નથી.

2026-10-08 16:31:19

કોલકાતા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પરિસરમાં તપાસ શરૂ

પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી છે. આ અંગે બપોરે 2 કલાકે એરપોર્ટ સત્તાવાળાને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ પરિસરના વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. તેમજ સમગ્ર પરિસરને ઉડાવી દેવામાં આવશે.

2026-10-08 15:47:22

વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે સીઇસી જ્ઞાનેશ કુમારની 'Z+' સુરક્ષા વ્યવસ્થાને વધુ  સઘન બનાવી

દેશમાં SIR માં  ગેરરીતિના આરોપસર વિપક્ષ સતત સીઇસી જ્ઞાનેશ કુમારના રજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશ કુમારની 'Z+' સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી દીધી છે. જેમાં તેમના નિવાસસ્થાન, ચૂંટણી પંચની કચેરી અને તેમની અંગત સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

2026-10-08 15:46:51

સીઇસીના રાજીનામાની માંગ સાથે વિપક્ષે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો, મમતા બેનર્જી પણ દિલ્હી પહોંચશે

દેશમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામાની માંગ સાથે નવી દિલ્હીમાં વિપક્ષ દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં સામેલ થવા માટે મમતા બેનર્જી પણ દિલ્હી પહોંચશે. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે કરેલી ઘટનાની નિંદા કરતાં મહિલાના સન્માન પર ભાર મૂક્યો હતો.

2026-10-08 13:47:28

સેન્સેકસ નિફ્ટીમાં કડાકો

મુંબઈ શેરબજારમાં ઓપનિંગ સેસનમાં નરમાઇ સાથે ખૂલેલા બેન્ચમાર્કમાં બપોરના મોટા કડાકો બોલાઈ ગયો હતો. સેન્સેકસ 1000 પોઇન્ટ અને નિફ્ટીમાં 331 પોઈન્ટનું ધોવાણ થયું હતું.

2026-10-08 07:46:52

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન


મુંબઈઃ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 75 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગોવાના ડોના પોલા સ્થિત તેમના નિવાસસ્થાને નાના પાટેકર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલો પ્રમાણે તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને આખરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં !

2026-10-08 07:40:07

રશિયાએ યુક્રેન પર ફરી કર્યો મોટો હુમલો, 24 લોકોના મોત

રશિયા-યુક્રેન યુદ્ધ એક નિર્ણાયક અને ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. બંને રાષ્ટ્રો એકબીજા સામે વિનાશક હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે રહેણાંક વિસ્તારો અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિનાશક સંઘર્ષ વચ્ચે રશિયાએ ફરી યુક્રેન પર ભારે હુમલો શરૂ કર્યો છે. રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ અને લગભગ એક ડઝન અન્ય યુક્રેનિયન સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 24 નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.