દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભારતે વેસ્ટ ઇન્ડિઝને આપ્યો 352 રનનો પડકારૂપ લક્ષ્યાંક
ન્યૂ ચંડીગઢમાં ભારતે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં 50 ઓવરમાં સાત વિકેટે 351 રન બનાવીને કૅરિબિયનોને 352 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 300 રનની આસપાસ રન બનાવ્યા હોત તો શાઇ હોપની ટીમ માટે થોડું આસાન બન્યું હોત, પરંતુ 350-પ્લનો ટાર્ગેટ મેળવવો તેમના માટે મુશ્કેલ બની રહેશે. રોહિત શર્મા (92 રન) 36મી સદી ચૂકી ગયો હતો, પણ કે. એલ. રાહુલ (129 અણનમ, 87 બૉલ, છ છગ્ગા, દસ ચોગ્ગા) નવમી સેન્ચુરી ફટકારવામાં સફળ રહ્યો હતો. ગાયકવાડે 57 રન, નમન ધીરે 30 રન અને અંશુલ કમ્બોજે 17 રન બનાવ્યા હતા. કૅરિબિયન પેસ બોલર જેડન સીલ્ઝે સૌથી વધુ ત્રણ વિકેટ, બીજા પેસ બોલર કીમો પૉલે બે વિકેટ અને સ્પિનર ગુડાકેશ મૉટીએ એક વિકેટ મેળવી હતી. હવે ભારતના બોલર્સ સિરાજ, કુલદીપ, ગુરનૂર બ્રાર, અંશુલ કમ્બોજ અને નીતીશ રેડ્ડીની કસોટી થશે. ભારતે સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈમાં છે.

કૅરિબિયનો સામે ભારત 300-પ્લસના સ્કોરની દિશામાં
ન્યૂ ચંડીગઢમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતે 44મી ઓવરમાં 281 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે, પરંતુ ટીમને 300 રનના જાદુઈ આંકડા સુધી પહોંચાડવા માટે કે. એલ. રાહુલ અડીખમ હતો. તે 58 બૉલમાં એક છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી બનાવેલા 71 રને રમી રહ્યો હતો. ગાયકવાડે 57 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવ્યા બાદ નમન ધીર 30 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. રાહુલ સાથે નીતીશ રેડ્ડી જોડાયો હતો. વિરાટ કોહલી (0)ને બાદ કરતા બાકીના પાંચેય બૅટ્સમેન કૅચઆઉટ થયા હતા.

ભારતે મેન્સ હૉકીમાં પણ ગોલ્ડ જીતી લીધોઃ નવો ઇતિહાસ પણ સરજ્યો
ભારતની મેન્સ હૉકી ટીમે જાપાનની એશિયન ગેમ્સની ફાઇનલમાં મલયેશિયાને 5-1થી કચડીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ અઠવાડિયે, ભારતની મહિલા ટીમે પણ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ભારતે એશિયન ગેમ્સમાં અગાઉ ક્યારેય હૉકીની સતત બે ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ નહોતો મેળવ્યો, પરંતુ 2022ના ચીન એશિયાડના ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારતે હવે અહીં જાપાનમાં પણ સુવર્ણ જીતીને નવા ઇતિહાસનું સર્જન કર્યું છે. ભારત વતી કૅપ્ટન હરમનપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા, જ્યારે એક-એક ગોલ જુગરાજ સિંહ, વાઇસ કૅપ્ટન હાર્દિક સિંહ અને શિલાનંદ લાકરાએ કર્યો હતો. આ જીત સાથે, ભારતની મેન્સ ટીમે પણ 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં સીધો પ્રવેશ મેળવ્યો છે.

રોહિત 36મી સદી આઠ રન માટે ચૂક્યો, ભારતના ત્રણ વિકેટે 159
વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધા બાદ ભારત છેલ્લી વન-ડેમાં પચીસમી ઓવર સુધી 2/141ના સ્કોર સાથે સારી સ્થિતિમાં હતું, પરંતુ એ સ્કોર પર ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી. ઓપનર રોહિત શર્મા સતત બીજી અને કુલ 35મી વન-ડે સેન્ચુરી ફક્ત આઠ રન માટે ચૂકી ગયો હતો. તેણે 92 રનના સ્કોર પર પેસ બોલર કીમો પૉલના બૉલમાં ડીપ મિડવિકેટ પર જેમ્સ ઍન્ડ્રયૂના હાથમાં કૅચઆઉટ થઈ ગયો હતો. ઋતુરાજ ગાયકવાડે ત્યારે 57 રન પર નૉટઆઉટ રહીને સેન્ચુરીની આશા અપાવી હતી, પણ કુલ 160 રનના ટોટલ પર તેણે પણ વિકેટ ગુમાવી દીધી હતી. એ પહેલાં, કૅપ્ટન ગિલ એક રને અને કોહલી શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠા હતા. હવે ભારતને મોટું ટોટલ અપાવવાની જવાબદારી કે. એલ. રાહુલ, નીતીશ રેડ્ડી અને નમન ધીર પર હતી.

કપિલ દેવે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલા પાઠવ્યા અભિનંદન
2026ની એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ જીતવા પર પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, શું તમને આ બાબતે કોઈ શંકા છે? આપણે જાણીએ છીએ કે આપણી ટીમ ઘણી શ્રેષ્ઠ છે અને આપણે વધુ સારું રમી રહ્યા છીએ. અભિનંદન.
ટી-20માં ભારત ગોલ્ડ મેડલની લગોલગ
જાપાનની એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટરો ટી-20 ટૂર્નામેન્ટના ગોલ્ડ મેડલની ખૂબ નજીક પહોંચી ગયા છે. પાકિસ્તાને 212 રનના તોતિંગ લક્ષ્યાંકના માનસિક દબાણને વશ થઈને માત્ર 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. ‘બાપુ' અક્ષર પટેલે ત્રણમાંથી બે વિકેટ લીધી છે. એક વિકેટ વોશિંગ્ટન સુંદરને મળી છે. કેપ્ટન સાહિબઝાદા ફરહાન (10 રન), ઓપનર માઝ સદાકત (23 રન) અને વિકેટકીપર ઉસમાન ખાન (ત્રણ રન) પૅવિલિયન ભેગા થઈ ચૂક્યા છે. તેમના ચોથા બૅટ્સમેનની વિકેટ ભારતને મળી હોત, પરંતુ વૈભવ સૂર્યવંશીએ રવિ બિશ્ર્નોઈ સાથેની ગેરસમજમાં કૅચ છોડી દીધો હતો અને વૈભવના હાથમાં ઈજા થઈ હતી. 10મી ઓવરને અંતે પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 76 રન હતો.

કરજણ નજીક પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં ભયાનક બ્લાસ્ટ
વડોદરાઃ કરજણ નજીક નેશનલ હાઈવે 48 પર એક ભયાનક ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે જિંદાલ કંપની સામેના પેટ્રોલ-સીએનજી પંપ પર એક કારમાં અચાનક વિસ્ફોટ છે. અચાનક કારમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ બ્લાસ્ટ એટલો ભયાકન હતો કે, આખી કારના પતરાં અને કાચ દૂર સુધી ઊડીને પડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો એક સીસીટીવી વીડિયો વાયરલ થયો છે.
#Vadodara : CNG પંપ પર કારમાં અચાનક બ્લાસ્ટ થયો!
— Vimal Prajapati GJ (@mgvimal_12) October 3, 2026
ઘટનાઃ કરજણ પાસે નેશનલ હાઈવે-48
pic.twitter.com/FJXSjJslGA
એશિયન ગેમ્સ 2026: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
એશિયન ગેમ્સ 2026માં આજે મેન ક્રિકેટનો સૌથી મોટો અને રોમાંચક ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહી છે. ગોલ્ડ મેડલ માટેના મુકાબલામાં પાકિસ્તાન સામે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતે સેમિફાઇનલમાં શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરીને એકતરફી વિજય સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતની તીરંદાજ કુમકુમે રચ્યો ઇતિહાસ...દેશને અપાવ્યો રિકર્વનો પ્રથમ ગોલ્ડ મેડલ
જાપાનની એશિયન ગેમ્સમાં ભારતની કુમકુમ અનિલ મોહોદે નવો ઇતિહાસ રચ્યો છે. તેણે દેશને મહિલાઓની તીરંદાજીમાં રિકર્વ વ્યક્તિગત વર્ગની હરીફાઈમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. 1978માં આ વર્ગની હરીફાઈ શરૂ થઈ ત્યાર બાદ ભારતની કોઈપણ મહિલા તીરંદાજ આ વર્ગમાં મેડલ નહોતી જીતી. જોકે કુમકુમે ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે શનિવારનો દિવસ સુવર્ણ દિન બનાવ્યો છે. શુક્રવારે તેણે ટીમ હરીફાઈમાં પણ દેશને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો.

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાઇલટની ઓળખ થઈ
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કરનાર સહ-પાઇલટની ઓળખ જાહેર થઈ છે. એક મીડિયા અહેવાલ અનુસાર, આરોપી સહ-પાઇલટ ઓમાનનો નાગરિક છે અને તેનું નામ હમામ અલ-હમામી છે. તેણે અગાઉ ઓમાનની રાષ્ટ્રીય એરલાઇન 'ઓમાન એર'માં કામ કર્યું છે.