Fri Oct 02 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 01 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-01 09:17:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 01 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-01 19:45:57

ફ્લાયદુબઈની ઘટના બાદ ભારત એલર્ટ, એવિએશન સેફટી સિસ્ટમની સમીક્ષા કરાશે

દુબઇમા ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં બનેલી હિંસક ઘટના બાદ ભારતમાં એવિએશન સેફટી સિસ્ટમની સમીક્ષા થઇ શકે છે. જેમાં હાલમાં પ્રવર્તમાન સુરક્ષા પ્રોટોકોલ ઉપરાંત પાયલોટોનું મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકન અને સંવેદનશીલ રૂટ્સ પર સ્કાય માર્શલ્સની તૈનાતી જેવા પાસાઓ પર વિચાર કરવામાં આવી શકે  છે.

2026-10-01 19:27:14

મહારાષ્ટ્રમાં પિકનિક પર ગયેલા આઠ વિદ્યાર્થીનાં મૃત્યુ

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સૌથી મોટી દુર્ઘટના ઘટી છે. પુણેની સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક પર જતા આઠ વિદ્યાર્થીના ડૂબતા મોત થયા છે. વિદ્યાર્થીઓ ડૂબ્યા પછી બચાવ અભિયાન વખતે આઠ જણનાં મૃતદેહ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

2026-10-01 19:05:00

HDFC બેંકે અનુપ બાગચીને નવા એમડી અને સીઇઓ બનાવ્યા

HDFC બેંકે અનુપ બાગચીની તેના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિમણૂક કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મંજૂરી મળ્યા બાદ, બેંકે 1 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા આ જાહેરાત કરી હતી. અનુપ બાગચી 27 ઓક્ટોબરે પોતાનો કાર્યભાર સંભાળશે. વર્તમાન MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરે પૂર્ણ થાય છે.

2026-10-01 18:57:34

ક્રિષ્નાને બદલે કમ્બોજ અને વૉશિંગ્ટનના સ્થાને નમન ધીર

શનિવારે ન્યૂ ચંડીગઢમાં વેસ્ટ ઇન્ડિઝ સામે રમાનારી સિરીઝની ત્રીજી વન-ડે માટેની ટીમમાં ઇજાગ્રસ્ત પ્રસિદ્ધ ક્રિષ્નાના સ્થાને અંશુલ કમ્બોજનો સમાવેશ કરવામાં આવ્યો છે. કમ્બોજ હાલમાં ઇન્ડિયા-એ વતી ઑસ્ટ્રેલિયા-એ સામેની મૅચમાં રમી રહ્યો છે. બીજી તરફ, છઠ્ઠી ઑક્ટોબરથી કૅરિબિયનો સામે રમાનારી ટી-20 સિરીઝ માટેની ટીમમાંથી વૉશિંગ્ટન સુંદરને પડતો મૂકીને તેના સ્થાને નમન ધીરને સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો છે.

2026-10-01 18:01:17

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના અંગે UAEએ તપાસનો આદેશ આપ્યો

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બનેલી ઘટના અંગે UAEએ તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસમાં એ વાતની ચકાસણી કરવામાં આવશે કે શું આરોપી પાયલોટના કોઈ આતંકવાદી સંગઠનો સાથે સંબંધો હતા કે કેમ, તેમજ આ ઘટના પાછળનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.

2026-10-01 17:07:09

સુરત અને ઉદેપુર વચ્ચે દોડશે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, 7.25 કલાકમાં પૂર્ણ કરશે સફર

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મજબૂત રેલવે કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા 3 ઓકટોબરથી  સુરત અને ઉદેપુર  વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવેએ આ નવી ટ્રેન અંગેની તમામ જરૂરી વિગતો જાહેર કરી છે. જે સુરત અને  ઉદેપુર વચ્ચેનું 530 કિલોમીટરનું અંતર માત્ર 7.25 કલાકમાં જ કાપશે.

2026-10-01 16:11:53

કોકરોચ જનતા પાર્ટીએ કહ્યું અમારા મુદ્દાઓ પર અવાજ ઉઠાવનાર કોઇ પણ  સાથે જોડાઈ શકે

દેશમાં કોકરોચ જનતા પાર્ટી દ્વારા હવે તેમના મુદ્દા પર અવાજ ઉઠાવવા માટે સહમત છે અને તમામ રાજકીય પક્ષોનું સ્વાગત કર્યું છે. આ અંગે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા વિરોધ પ્રદર્શનમાં ભાજપ, કોંગ્રેસ કે આપના નેતાઓ જોડાઈ શકે છે કેમ તેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવા માંગે છે તેનું સ્વાગત છે.

2026-10-01 15:19:50

અમદાવાદ 2008 બ્લાસ્ટ કેસના આરોપીની ફાંસીની સજા પર  સુપ્રીમ કોર્ટની રોક

વર્ષ 2008ના અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે આરોપી અહેમદ બાવાને ફાંસીની સજા ફટકારી હતી. જેની પણ સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. તેમજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના રેકોર્ડની માંગણી કરી છે.

2026-10-01 12:52:21

ભારત ફાઇનલમાં: શ્રીલંકાને 124 રનથી હરાવ્યું

ભારતે શ્રીલંકા સામેની એશિયન ગેમ્સ ટી-20 સેમિ ફાઈનલ 124 રનથી જીતીને પાકિસ્તાન સામેની ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. સેમિ ફાઇનલમાં શ્રીલંકા 170 રનના લક્ષ્યાંક સામે માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. દસમાંથી પાંચ બૅટ્સમેન શૂન્યમાં આઉટ થયા હતા. બુમરાહ, અક્ષર અને અભિષેકે બે-બે વિકેટ લીધી હતી.

2026-10-01 12:24:52

બુમરાહ પહેલી જ ઓવરમાં ત્રાટકયો: શ્રીલંકાએ 31 રનમાં કુલ છ વિકેટ ગુમાવી

ભારતે એશિયન ગેમ્સ ટી-20 સેમિ ફાઈનલ જીતીને પાકિસ્તાન સામેની ફાઇનલમાં જવાની પાક્કી તૈયારી કરી લીધી છે. સેમિ ફાઇનલમાં શ્રીલંકાએ 170 રનના લક્ષ્યાંક સામે ચાર ઓવરમાં ફક્ત 31 રનમાં છ વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે દાવના બીજા અને પાંચમા બૉલમાં વિકેટ લીધી હતી. અક્ષર પટેલે બે વિકેટ મેળવી હતી અને બે બૅટ્સમેન રનઆઉટ થઈ થયા હતા. છમાંથી ચાર બૅટ્સમેને શૂન્યમાં વિકેટ ગુમાવી દીધી હતી.

2026-10-01 09:23:54

આજે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા

આજે સવારે અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.3 નોંધાઈ છે. આ ભૂકંપ (ભારતીય સમય પ્રમાણે) સવારે લગભગ 6:59 વાગ્યે આવ્યો. તેનું કેન્દ્રબિંદુ 36.05 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 68.87 ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન માત્ર 10 કિલોમીટરની ઓછી ઊંડાઈએ હતું.