કકામિગહરા (જાપાન): અહીં એશિયન ગેમ્સ (Asian Games)માં શુક્રવારે સાંજે મહિલા હૉકીમાં ભારત અને ચીન વચ્ચેની ફાઇનલ પોણો કલાક મોડી શરૂ થઈ હતી અને એનું કારણ ખૂબ આશ્ચર્ય પમાડે એવું છે.
જાપાન સમયની દૃષ્ટિએ ભારત કરતાં 3.30 કલાક આગળ છે. જાપાનમાં સાંજે 7.00 વાગ્યે (ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે) શરૂ થવાની હતી, પરંતુ પોણો કલાક મોડી (4.15 વાગ્યે) શરૂ થશે એવું જણાવાયું હતું.
બન્ને હૉકી (Hockey) ટીમની બસ સ્ટેડિયમ તરફ આવી રહી હતી ત્યારે માર્ગમાં એક અકસ્માત થતાં ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. પરિણામે, ખેલાડીઓ સમયસર સ્ટેડિયમ પર આવી શકે એવી સ્થિતિમાં નહોતી એટલે આયોજકોએ જાહેર કર્યું કે ફાઇનલ 45 મિનિટ મોડી શરૂ થશે. અકસ્માત ખેલાડીઓની બસને લગતો નહીં, પણ અન્ય વાહનોનો હતો.
On our way to chase history 🔥❤️ The Indian Women’s Hockey Team leaves for the stadium, heading to the venue in Kakamigahara for their Asian Games 2026 gold-medal match 🆚 China 🏑🔥 ⏰ 3:30 PM IST TODAY Tune in LIVE on the Sony Sports Network and Sony LIV. 📺 #HockeyIndia #IndiaKaGame #AsianGames2026 #AichiNagoya2026
— Hockey India (@TheHockeyIndia) October 2, 2026
હૉકી ફાઇનલ કકામિગહરાના ગિફુ પર્ફેક્ચ્યૂરલ ગ્રીન સ્ટેડિયમમાં આયોજિત છે અને આ જ સ્થળે પુરુષોની પણ તમામ હૉકી મૅચો રમાઈ છે.
ચીન મહિલા હૉકીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે અને ભારતને 44 વર્ષે ફરી મહિલા હૉકીનો ગોલ્ડ મેડલ જીતવાનો મોકો મળતાં હૉકીચાહકોમાં અત્યંત રોમાંચ હતો.