નવી દિલ્હીઃ મહાત્મા ગાંધીની જન્મજયંતી એટલે કે 2 ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં વિપક્ષી સંગઠનો દ્વારા મોટા આંદોલનની ઘોષણા કરવામાં આવી છે. દેશના અનેક સંગઠનો દ્વારા આજે જંતર મંતર પર પ્રદર્શન કરવાનું એલાન કરવામાં આવ્યું છે. 2 ઓક્ટોબર એટલે ગાંધી જ્યંતિના રોજ જ્ઞાનેશ કુમારના વિરોધમાં આ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. આમાં આમ આદમી પાર્ટી, લેફ્ટ અને યુથ કોંગ્રેસ સહિત અનેક સંગઠનો સામેલ થવાના છે. આ એલાનને લઈને દિલ્હી પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મળતી વિગતો પ્રમાણે નવી દિલ્હી જિલ્લામાં BNSS કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે. આ કલમ લાગુ થતા જંતર મંતર સહિત તેની આસપાસના વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં હજારો પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ વિસ્તારોમાં હજારો પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યાં છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ હરિયાણા અને ઉત્તર પ્રદેશ બોર્ડર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જંતર મંતર પર વિરોધ પ્રદર્શનના એલાન બાદ દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી અને તમામ પ્રકારની તૈયારી પણ કરી દેવામાં આવી છે. ખાસ કરીને નવી દિલ્હીમાં આવેલા વીવીઆઈપી વિસ્તારોમાં ખાસ ફોર્ટ તૈનાત કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સાથે સાથે નવી દિલ્હી વિસ્તારમાં અર્ધલશ્કરી દળોના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
🔶 Public Notice | New Delhi District
— DCP New Delhi (@DCPNewDelhi) October 1, 2026
Section 163 of BNSS, 2023 is in force in New Delhi District to ensure public safety, public order and smooth traffic movement.
🔸 Unauthorised gatherings, public speeches, shouting of slogans, processions, demonstrations, dharnas and other… pic.twitter.com/YNnYjveoxj
વધારે વિગતે વાત કરવામાં આવે તો, લોકોના સાર્વજનિક સુરક્ષા, શાંતિ અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવી દિલ્હી જિલ્લામાં BNSS કલમ 163 લાગુ કરવામાં આવે છે. જેના કારમે નવી દિલ્હી જિલ્લામાં 5થી વધારે અનધિકૃત મેળાવડા, જાહેર ભાષણો, સૂત્રોચ્ચાર, સરઘસો, દેખાવો, ધરણાં અને અન્ય નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. અત્યારે દિલ્હી પોલીસ દ્વારા આ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આદેશનું ચુસ્તપણે પાલન કરવા માટે દિલ્હી પોલીસની અપીલ
દિલ્હી પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ આદેશનું ચુસ્તપણે પાલન કરે અને દિલ્હી પોલીસને સહકાર આપે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો પ્રયાસ કરનાર સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. હવે આવે દિલ્હીમાં કેવી સ્થિતિ રહે છે તે જોવાનું રહેશે.
કલમ 163 લાગુ થતાં કયા પ્રતિબંધો આવે છે?
વિગતે વાત કરવામાં આવે તો, આ કલમ લાગુ થતા સામાન્ય રીતે આ કલમ લાગુ થવાથી 5 કે તેથી વધુ લોકો એકસાથે એક જગ્યાએ ભેગા થઈ શકતા નથી. અધિકારીની પૂર્વ મંજૂરી વિના કોઈપણ પ્રકારની જાહેર સભા, વિરોધ પ્રદર્શન, સરઘસ કે રેલી કાઢી શકાતી નથી. આ સમયગાળા દરમિયાન લાકડી, ધારદાર હથિયાર કે અગ્નિશસ્ત્રો (લાયસન્સવાળા હથિયારો પણ) જાહેર સ્થળોએ સાથે રાખવા પર પ્રતિબંધ હોય છે. આ સાથે વહીવટી તંત્રની પરવાનગી વિના લાઉડસ્પીકર કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનો વગાડી શકાતા નથી.