દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઇન્ડોનેશિયામાં આવ્યો 5.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ છવાયો
ઇન્ડોનેશિયામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે, સવારે 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ હતું. વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા અને અફરાતરફીનો માહોલ છવાઈ ગયો હતો.