- વિરલ રાઠોડ
ટૅક્નોલૉજીની દુનિયામાં જેની સૌથી વધારે ચર્ચા છે એ અઈંની છે. દુનિયાના કોઈપણ વિષયમાં AI સૌથી વધારે ચર્ચાતો વિષય છે. AI ટૅક્નોલૉજી એક એવો દરિયો બની રહી છે, જેમાં મોટાભાગના વિષયનો સમાવેશ થતો જાય છે. માત્ર ટૅકનિકલ ફિલ્ડની આ વાત નથી પણ અન્ય એવા ઘણાય વિષયો છે જેમાં AI એ તળિયાથી લઈને નળિયા સુધી બધુ જ બદલી નાખ્યું છે. ડિઝાઈનથી લઈને ડેમોસ્ટ્રેશન સુધી, સુવિધાથી લઈ સુરક્ષા સુધી અને ફિચરથી લઈ ફ્યુચર સુધી. ઑટોમેશનની દુનિયામાં એક સમય આખો મશીનયુગ તરીકે ઓળખાયો છે. હવે મશીનનો કંટ્રોલ માણસ પાસે અને વર્ક રોબોટ પાસે કરાવવામાં આવે છે. આ પરિવર્તન ધીમે ધીમે આવી રહ્યું છે. ઑટો માર્કેટની દુનિયામાં મશીન અને એન્જીન મુખ્ય ઘટક છે. આના વગર બધુ અધુરૂ છે. બાકીના પાર્ટ્સ અને ચીપ્સની અલગ એક વેલ્યૂ છે પણ એન્જીન કોઈપણ વાહનનું હાર્ટ હોય છે. ઑટો માર્કેટમાં જેમ જેમ સંશોધનો થતા ગયા એમ સુવિધાઓ વિકસી. પરિવહનને વધુ આરામદાયક કરવા માટે એકથી એક ચડિયાતા પ્રયોગ થયા અને જે સફળ થયા એનો વ્યાપ વધ્યો.
AIથી ઑટોમાર્કેટમાં ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. એવું કહેવામાં અત્યારે થોડી ઉતાવળ થશે. કારણ એ છે કે, ફોલ્ટફાઈડિંગ સુધી AI છે બાકી રસ્તામાં ગાડી બંધ થાય ત્યારે તો વ્યક્તિ પાસેનું ઑટોનું નોલેજ જ કામ આવે. જનરેટીવ અઈં ઑટો મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. અઈં આસિસ્ટ અને કાર રિવ્યૂ સિસ્ટમ ડેવલપ થતા હવે કોઈ પણ મોડલનાં ફિચરથી લઈને માઈલેજ સુધી કંઈ છાનું નહીં રહે. કાર તૈયાર કરતી કંપનીઓને મશીન તથા લોઢું મોંઘું પડે છે. આ ધાતુની સામે એક એવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે જે કારની અંદરનો આખો માહોલ બદલવામાં સક્ષમ છે. આ સિસ્ટમનું પહેલું પાનું એટલે અઈં, જેને ઑટોની દુનિયામાં ‘જનરેટીવ અઈં ઑટોમેશન સિસ્ટમ’ નામ આપવામાં આવ્યું છે.
હાલમાં આવી કાર આવી ગઈ છે, પણ અતિ મોંઘી હોવાના કારણે એ માર્કેટમાં માત્ર 20% જ ગ્રોથ નોંધાયો છે. સોફ્ટવેર ડિફાઈન્ડ વ્હિકલ સિસ્ટમ, હાલ ઈ બાઈક્સમાં જોવા મળી રહી છે.
કારમાં પણ આ જ સિસ્ટમ કામ કરે છે. આ એક બેટરી સંચાલિત સિસ્ટમ છે, જેમાં માત્ર એક પાસવર્ડના આધારે તે મશીન સાથે કામ કરે છે અને પછી વાહન ચાલે છે. એડવાન્સ AI સિસ્ટમની વાત કરવામાં આવે તો ભારતમાં આ સિસ્ટમ આવતા હજુ ત્રણેક વર્ષ થશે. આ સિસ્ટમ શું છે એની એક જ ઝલક હજું આવી છે. સોફટવેર ડિફાઈન્ડ વ્હિકલ સિસ્ટમ તો હશે પણ અકસ્માત અટકાવવા સ્પીડથી દોડતું વાહન ચોક્કસ કોઈ વસ્તુ કે વાહનથી તદ્દન નજીક પહોંચે એ પહેલા જ અંદર ઍલર્ટ સિસ્ટમ વાગી જશે. ઑટો નિષ્ણાતોના એક રિપોર્ટ અનુસાર, હાલમાં મોટાભાગના કેસમાં ભારતમાં જે કાર ખરીદાય છે એ લોન દ્વારા જ જાય છે. આવા કેસમાં એક સિંગલવિન્ડો સિસ્ટમ તૈયાર થઈ રહી છે. આ માટે ઘણા ડીલર્સ મથી રહ્યા છે, જે રીતે વ્યક્તિ પિત્ઝાનો ઓર્ડર કરતી વખતે નાની-મોટી વસ્તુને કસ્ટમાઈઝ કરે છે એમ અહીં પણ કંપનીઓ કેટલાક ઓપ્શનથી કસ્ટમાઈઝ સિસ્ટમ વિકસાવી રહી છે. આનાથી ફાયદો એ થશે કે, કાર ખરીદનારાએ માત્ર એક જ ફોર્મ ભરીને તમામ વસ્તુઓના પેરામીટરને તપાસી શકશે.
એક જ એપ્લિકેશન ઓવરઓલ કાર માટે કામ કરશે. આમાં AI જે તે ડેટાનું વિશ્ર્લેષણ કરશે અને કેટેગરી અનુસાર સજેશન પણ આપશે. ઑટો ટ્રાંઝિસ્ટ સર્વે રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે, ટેસ્ટ ડ્રાઈવ માટે AI સ્લોટ આપશે પણ જે તે સેલ્સ પર્સન આને પણ પોતાની રીતે રીઓર્ડર કરી શકશે. ટૂંકમાં આપણા સમયે આપણી કાર, એ પણ ટોટલ પ્યોર અને પારદર્શક, જેવી સ્ક્રિન પર એવી જ રિયલમાં. અઈં દ્વારા ભારતના કાર ઉત્પાદકો તથા અન્ય વાહનના ઉત્પાદકો પાસે એક સુવર્ણતક એ છે કે, હાલના પ્રાથમિક તબક્કામાં તે સુવિધા, સર્વિસથી લઈ સુરક્ષા સુધીના પાસા પર ખાતરી સાથે તેમ જ પરિણામ સાથે કામ કરી શકે છે. આ વાત ઉદાહરણ સાથે સમજીએ. સેફ્ટિ ફિચર કારનું પ્રાથમિક પાસુ છે, પણ અંદર ટચસ્ક્રિન ડિસપ્લેથી લઈને મોશન કંટ્રોલ સુધી અને ઓવર સ્પીડ વખતે ઍલર્ટ સાયરન સુધી મળે તો પ્રવાસ દરમિયાન જે વોચ રાખવાનું કામ કરશે એ ઑટોમેટિવ અઈં છે. ટૅક્નોલૉજી બેઝ એપ્રોચ ફોર એક્સિડન્ટ પ્રિવેન્શન પર મંત્રી નીતીન ગડકરી પણ કહી ચૂક્યા છે કે, AI ઑટો ક્ષેત્રે દિશા પરિવર્તક સાબિત થશે. આ માટે કંપનીઓ પણ પોતાના તરફથી એક અભિગમ સાથે કામ કરે, જેથી પ્રકૃતિ પણ બચે અને વ્યક્તિના પ્રાણ પણ.
આઉટ ઓફ ધ બોક્સ
મશીન અને સોફ્ટવેર બન્ને સાથે કામ કરે તેને એમ્બેડેડ સિસ્ટમ કહેવાય. દુનિયાની પ્રથમ એમ્બેડેડ સિસ્ટમ જાપાને બનાવી હતી પણ સફળ થઈ ન હતી