મુંબઈ: નાના પાટેકરના નિધન બાદ શાહરુખ ખાને તેમની સાથેની પહેલી મુલાકાતનો કિસ્સો યાદ કરતાં ભાવુક શ્રદ્ધાંજલિ આપી છે. શાહરુખે જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર નાનાને મળ્યો ત્યારે ખૂબ જ નર્વસ હતો અને સંકોચના કારણે પોતાના વાળ સરખા કરી રહ્યો હતો. નાનાએ તેનો હાથ હટાવીને કહ્યું હતું, “હીરોની જેમ વાળ ન બનાવ, તું એક્ટર છે.” શાહરુખના જણાવ્યા અનુસાર આ જ નાનાંનો અંદાજ હતો—તેઓ સામેની વ્યક્તિને ખુશ કરવા માટે વાત નહોતા કરતા, પરંતુ જે સાંભળવાની જરૂર હોય એ જ વાત સીધી કહેતા.
શાહરુખે નાના પાટેકરને સીધા, કડક અને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા અને તેમની સ્મિતને પણ યાદ કરતા કહ્યું હતું કે નાના પ્રેમ વ્યક્ત કરવાની પણ પોતાની આગવી રીત ધરાવતા હતા. પહેલા તેઓ સામેની વ્યક્તિ પર ગુસ્સે થતા અને ત્રણ-ચાર ઠપકા બાદ ખબર પડતી કે એ જ તેમની લાગણી વ્યક્ત કરવાની રીત હતી. શાહરુખે કહ્યું કે નાના તેમને પ્રેમ કરતા હતા અને તેઓ પણ નાનાને એટલો જ પ્રેમ કરતા હતા.
નાના અને શાહરુખ ખાને 1992ની ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’માં સાથે કામ કર્યું હતું. શાહરુખે નાનાને પોતાના માર્ગદર્શક, શિક્ષક, ટીકાકાર અને મિત્ર ગણાવ્યા હતા. તેમણે નાનાં સાથે રમાતી કેરમની રમતોને પણ યાદ કરી હતી. શાહરુખના જણાવ્યા અનુસાર, નાના વારંવાર તેમને અને આસપાસના લોકોને કેરમમાં હરાવતા અને પોતાની જીતનો ભરપૂર આનંદ લેતા હતા.
શાહરુખે કહ્યું કે નાનાં સાથે હજુ વધુ વાતચીત, એક વધુ ચર્ચા, ચાનો વધુ એક કપ અને કેરમની એક વધુ રમત રમવાનો સમય મળ્યો હોત તો સારું લાગત. તેમણે નાનાના નિધનને માત્ર સિનેમાની દુનિયા માટે નહીં, પરંતુ ભારત અને દુનિયાભરના લોકોના હૃદયમાં પડેલો મોટો ખાલીપો ગણાવ્યો હતો.
નાનાની એક સલાહને યાદ કરતાં શાહરુખે લખ્યું હતું કે તેઓ તેમના શબ્દોને જીવનના અંત સુધી પોતાના હૃદયમાં રાખશે—‘હીરો બનવાના ચક્કરમાં એક્ટર ન ખોઈ બેસતો.’ શાહરુખે નાનાંને ‘માસ્ટરફુલ એક્ટર’ અને ‘અપરાજિત કેરમ ચેમ્પિયન’ તરીકે યાદ કરતાં કહ્યું કે તેમની તીવ્રતા, હાસ્ય, પાગલપન અને પ્રેમ હંમેશાં તેમની સાથે રહેશે. ભાવુક શ્રદ્ધાંજલિમાં શાહરુખે કહ્યું હતું કે નાના તેમને ખૂબ યાદ આવશે અને તેમના શબ્દો હંમેશાં દિલમાં રહેશે.