Thu Oct 08 2026

Logo

... તો એક્ટિંગ નહીં અંડર વર્લ્ડની અંધારી ગલીઓમાં હોત નાના પાટેકરનો દબદબો?? ખુદ કર્યો ખુલાસો!

2026-10-08 20:59:53
Author: Darshana Visaria
... તો એક્ટિંગ નહીં અંડર વર્લ્ડની અંધારી ગલીઓમાં હોત નાના પાટેકરનો દબદબો?? ખુદ કર્યો ખુલાસો!

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ તેમના જીવનના અનેક અજાણ્યા અને રસપ્રદ પ્રકરણો સામે આવી રહ્યા છે. નાના પાટેકરે પડદા પર ગેંગસ્ટર અને અંડરવર્લ્ડ સાથે જોડાયેલા અનેક પાવરફુલ પાત્રો ભજવ્યા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે વાસ્તવિક જીવનમાં મુંબઈના કુખ્યાત ગેંગસ્ટર મન્યા સુર્વે  સાથે તેમનો ગાઢ સંબંધ હતો અને જો કદાચ નાના ફિલ્મી દુનિયામાં ન આવ્યા હોત તો અંડર વર્લ્ડમાં નાનાના નામનો ડંકો વાગ્યો હોત...

જી હા, બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે પોતે એક જૂના ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે મન્યા સુર્વે તેમનો પિતરાઈ ભાઈ હતો. આ અંડરવર્લ્ડ કનેક્શન અને ગુનાખોરીની દુનિયાથી નાનાને બચાવવા માટે તેમની માતાએ કેવા કડક નિર્ણયો લીધા હતા, તે કિસ્સો ફરી વાઈરલ થઈ રહ્યો છે.

નાના પાટેકરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મુંબઈના પ્રથમ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ડોન મન્યા સુર્વે સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. માન્ય તેમના પિતરાઈ ભાઈ થતા હતા. એ સમયે મુંબઈના ચાલ કલ્ચર અને લોઅર મિડલ ક્લાસ વિસ્તારોમાં યુવાનો ઝડપથી ગુનાખોરી અને ગેંગવોર તરફ આકર્ષાતા હતા. માન્ય સુર્વેની બોલબાલા તે દિવસોમાં સમગ્ર મુંબઈમાં ફેલાયેલી હતી.

નાના પાટેકરના આક્રમક અને બેબાક સ્વભાવને કારણે તેમની માતાને ચિંતા હતી કે નાના પણ માન્ય સુર્વેની જેમ ગેંગસ્ટર કે ગુનેગાર ન બની જાય. નાના પાટેકર કોઈ ખોટા માર્ગે ન વળી જાય અને અંડરવર્લ્ડની હવા પણ તેમને સ્પર્શી ન શકે એ માટે તેમના માતાએ તેમને એ માહોલથી દૂર મોકલી દીધા હતા. માતાના આ કડક નિર્ણયના કારણે જ નાના પાટેકર ગુનાખોરીના રસ્તે જવાને બદલે આર્ટ્સ, પેઇન્ટિંગ અને અભિનયની દુનિયા તરફ વળ્યા.

નાના પાટેકરે ફિલ્મ 'પરિંદા'માં ગેંગસ્ટર 'અણ્ણા શેઠ'નું પાત્ર એટલું ખૂંખાર અને વાસ્તવિક બનાવ્યું હતું કે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે મુંબઈના એ દિવસો, ત્યાંના માહોલ અને રિયલ લાઈફ ગેંગસ્ટર્સની ચાલઢાલને નજીકથી જોવાનો અનુભવ તેમને પડદા પર આ પાત્રોને જીવંત કરવામાં ખૂબ કામ આવ્યો હતો.