મુંબઈઃ નાના પાટેકરનું ગોવામાં નિધન થયું છે. સ્ક્રિન પર એક્ટિંગના નટસમ્રાટ કહેવાતા હોવા છતા એમનું જીવન સાદગીથી ભર્યું હતું. તેમની છાપ એકદમ ગામઠી માણૂસની હતી. ગળામાં ગમછો અને સાદા કપડા એની ઓળખ સમાન હતા. એમના નિધન બાદ દિગ્ગજ અભિનેતાની કેટલીક એવી તસવીરની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જેના પરથી કહી શકાય કે નાના પાટેકરમાં ખરેખર એક બાળકનું જીવતું ઉદાહરણ હતા.
ફિલ્મ 'વેલકમ'ના ડાયરેક્ટરે એક શૉમાં જણાવ્યું હતું કે, જ્યારે મેં પહેલીવાર ફિલ્મના કન્સેપ્ટમાં નાના પાટેકરને લેવાનો નિર્ણય કર્યો એ સમયે મેં એના વિશે ઘણું સાંભળ્યું હતું. એ ગુસ્સાવાળા છે, ખૂબ જ એક્યુરેટ છે, એક્ટિંગમાં પણ તેઓ ચુસ્ત છે. પણ જ્યારે મળ્યો અને સમગ્ર ફિલ્મની સ્ક્રિપ્ટ જણાવી ત્યારે એમના શબ્દો મને હજુ યાદ છે, કે, કચ્ચી મિટ્ટી હું, જો કરવાના હૈ કરવા લો, જો બનાના હૈ, ઘાટ બના કે ડાલ દો.
'ઉદય શેટ્ટી'ની અણધારી વિદાય
આ ફિલ્મ પણ એટલી સુપરહિટ ગઈ અને એનું પાત્ર પણ અમર થઈ ગયું. પાત્ર હતુ 'ઉદય શેટ્ટી'. એમનું વ્યક્તિત્વ ગંભીર હતું પણ એનામાં એક બાળક જીવતું હતું. સેટ ઉપર પણ ક્યારેક મસ્તી કરી દે તો ક્યારેક એની વર્તણૂક પણ બાળક જેવી લાગે. 'ઓલે ઓલે'ના શુટિંગ દરમિયાન તેમણે બાળકો જેવો કોસ્ચ્યુમ પહેરીને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર જોરશોરથી શેર થઈ રહ્યા છે.
એવું કહેવાય કે, કલાકાર બોલિવૂડના હતા, મોટા કદના હતા પણ એમનામાં કોઈ હીરોગીરી ન હતી કે કોઈ ખોટું ગ્લેમર નહોતું. ફિલ્મ 'વનવાસ'ના શૂટિંગ વખતે જ્યારે ફિલ્મનું યુનિટ હિમ પ્રદેશમાં પહોચ્યું, ત્યાં બરફના પહાડ વચ્ચે પણ તેમણે શૂટિંગ ખતમ થતા મસ્ત ફોટો ક્લિક કરાવેલા.
બાળકની જેમ એક બરફનો ટુકડો ઉપાડીને એટલી કુતુહલતાથી જોતા જાણે કોઈ છોકરાએ પહેલીવાર બરફ જોયો હોય. એમની આ તસવીર અત્યારે જોરશોરથી ચર્ચામાં છે. એવું પણ કહેવામાં આવે છે કે, ગાવસ્કર અને નાના ખૂબ સારા મિત્રો હતા. બન્નેનું ટ્યુનિંગ પણ દમદાર હતું. નાના પણ ગાવસ્કરને આદર્શ માનતા હતા. એક તસવીરમાં તેઓ દિલ ખોલીને એકબીજાને ભેટી રહ્યા છે.
રગરગમાં દેશભક્તિ
એમનામાં દેશ ભક્તિ માત્ર સ્ક્રિન પૂરતી નહતી. ખરા અર્થમાં તેઓ દેશભક્ત હતા. કારગીલ વૉર વખતે સતત દોઢ મહિના સુધી સૈન્યના જવાનોની સેવા કરવા માટે વગર કોઈ યુનિફોર્મે કારગીલના બેઝકેમ્પમાં પહોંચ્યા હતા. પછી ત્યાંથી યુનિફોર્મ પહેરીને સૈન્યના જવાનોની સેવા કરી હતી.
આ વાત કોઈ ફિલ્મના શુટિંગની નહીં પણ હકીકત છે. અંગત જીવનમાં પણ દેશપ્રેમની જ્યોત એમના દિલમાં સતત પ્રગટતી રહી. 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ. તિરંગા સાથે અચૂક એવી તસવીર લે. રાષ્ટ્ર પ્રત્યેનો એમનો પ્રેમ ફિલ્મના માધ્યમથી દેશવાસીઓ સુધી પહોંચ્યો છે. ફિલ્મો સિવાય જીવનમાં એવી ક્ષણ જીવી લેતા જે જીવવા માટે અત્યારે ખાસ સમય ફાળવવો પડે. ક્યારેક ચકલી સાથે વાતો કરી લે તો ક્યારેક એકલતામાં ખેતી કરવા નીકળી પડે.
એક તસવીરમાં તેઓ ફિલ્મમેકર પ્રકાશ ઝા સાથે જોવા મળ્યા. આ સીનમાં તેઓ નાનાને સીનની સમજ આપી રહ્યા છે. સામાન્ય રીતે નાના પાટેકરને ખાસ કોઈ ફોટોશુટ કરવવામાં રસ ન હતો. પણ ક્યારેક એવો ફોટો ક્લિક કરાવી દે જે હજારો ફોટોની ગરજ સારે.
યે દોસ્તી...
માધુરી દીક્ષિત પ્રત્યે એમનો એક તરફી પ્રેમ રહ્યો પણ ક્ષણ પણ કેવી સરસ મળી. બન્ને કલાકારો 40માં ફિલ્મફેર એવોર્ડ લેવા સાથે રહ્યા. એ પછી શેખર કપૂરને ભેટીને મસ્ત ફોટો ક્લિક કરાવ્યો. માધુરીને 'હમ આપકે હૈ કોન' ફિલ્મ માટે એવોર્ડ મળેલો. નસીરૂદ્દીન શાહ સાથે એમની દોસ્તી કેટલી ગાઢ હતી એ હાલમાં નસિરૂદ્દિનના મેસેજ પરથી કલ્પી શકાય. પોતાની હેલ્થ પ્રત્યે પણ તેઓ ખૂબ જ સજાગ હતા. દૈનિક ધોરણે કસરત કરતા અને ખેતીની પ્રવૃતિ એમને ખૂબ જ ગમતી. એમના નિધન પર કિંગ ખાન-શાહરૂખ ખાને પણ 'રાજુ બનગયા જેન્ટલમેન'નો કિસ્સો શૅર કર્યો છે.