Wed Sep 16 2026

Logo

શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ રહ્યાં છે? અટકળો પર ભાજપ નેતાએ આપ્યું નિવેદન

2026-04-16 12:33:00
Author: Vimal Prajapati
શું રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ રહ્યાં છે? અટકળો પર ભાજપ નેતાએ આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અત્યારે રાજનીતિમાં સૌથી વધુ ચર્ચાઈ રહ્યાં છે. સંસદમાં રાઘવે અનેક પ્રકારના સવાલો કર્યા હતા, જે મૂળ તો સામાન્ય લોકો માટે હતા. તેના કારણે આમ આદમી પાર્ટીએ એક્શન કઈને તેમને રાજ્યસભામાંથી ડિપ્ટી લીડર પદેથી હટાવી દીધા હતાં. તે પછી તેમની ચર્ચા વધારે વધી ગઈ છે. અત્યારે ચર્ચા એવી થઈ રહી છે કે, રાઘવ ચઢ્ઢા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે! જો કે, આ માત્ર અટકળો છે, સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. 

રાઘવ ચઢ્ઢા અંગે સાંસદ મનોજ તિવારીનું મહત્વપૂર્ણ નિવેદન

આ અટકળો પર અત્યારે એક ભાજપ નેતાઓ જવાબ આપ્યો છે. ભાજપ નેતા અને સાંસદ મનોજ તિવારીએ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. મનોજ તિવારીએ કહ્યું કે, રાઘવ ચઢ્ઢા માટે ભાજપના દરવાજા ખુલ્લા જ છે. જો કે, રાઘવ ચઢ્ઢા ભાજપમાં આવશે કે નહીં તે અંગે તેમણે ચોક્કસ કોઈ ખુલાસો કર્યો નથી. રાઘવ ચઢ્ઢા દ્વારા પણ માત્ર આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. આપ નેતાઓ અને રાઘવ ચઢ્ઢા વચ્ચે અનેક વખતે તીખી ટકરાર પણ થઈ હતી. 

 કેન્દ્ર સરકારે રાઘવ ચઢ્ઢાને Z+ કેટેગરીની સુરક્ષા આપી

મહત્વની વાત એ છે કે, સામાન્ય લોકોથી લઈને રાજકારણ સુધી ચર્ચા તો એવી છે કે, રાઘવ ચઢ્ઢા ગમે ત્યારે ભાજપમાં સામેલ થઈ શકે છે. તેનો એક સંકેત પણ જોવા મળ્યો હતો. થોડા દિવસ પહેલા પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી લઈ લીધી હતી, તે પછી તરત જ કેન્દ્ર સરકાર દ્વારા રાઘવ ચઢ્ઢાને Z+ કેટેગરીની સુરક્ષા આપી દેવામાં આવી હતી. આમ આદમી પાર્ટી અને રાઘવ ચઢ્ઢા વચ્ચે મતભેદ સાથે હવે મનભેદ પણ જોવા મળી રહ્યાં છે. જ્યારે ભાજપ સાથે તેમનું હવે સારૂ બની રહ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. હવે તેઓ ભાજપમાં જોડાશે કે નહીં તે જોવાનું રહેશે.