Sun Sep 06 2026

Logo

કંપનીઓ શરૂ કરવા સિનિયર સિટિઝનના દસ્તાવેજોનો દુરુપયોગ કરનાર સામે ગુનો

2026-03-09 18:00:00
Author: Yogesh D. Patel
કંપનીઓ શરૂ કરવા સિનિયર સિટિઝનના દસ્તાવેજોનો દુરુપયોગ કરનાર સામે ગુનો

થાણે: જીએસટી ચોરી અને નવી કંપનીઓ શરૂ કરવા માટે સિનિયર સિટિઝન અને તેના પરિવારના સભ્યોના દસ્તાવેજોનો દુરુપયોગ કરવા બદલ ભિવંડીના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપીએ 67 વર્ષના ફરિયાદીનોે સંપર્ક સાધી તેને બિઝનેસ લોન અપાવવાનું આશ્ર્વાસન આપ્યું હતું, એમ ભિવંડી શહેર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

લોનની અરજીની પ્રકિયાને બહાને પંચાવન વર્ષના આરોપીએ ફરિયાદી, તેની પત્ની અને સંતાનોના દસ્તાવેજો કથિત રીતે મેળવી લીધા હતા. 

બાદમાં ફેબ્રુઆરી, 2012થી ડિસેમ્બર, 2022 દરમિયાન તેમના નામે પાંચ અલગ અલગ કંપની શરૂ કરવા માટે તેમના દસ્તાવેજોનો આરોપીએ ઉપયોગ કર્યો હતો.

આરોપીએ આ કંપનીઓ દ્વારા બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા અને જરૂરી જીએસટી ચૂકવવામાં તે નિષ્ફળ ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ આ જ મોડસ ઑપરેન્ડીથી અન્ય લોકો સાથે પણ છેતરપિંડી આચરી હતી. 

દરમિયાન આ પ્રકરણે નોધાવાયેલી ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કેસની તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી ન હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)