Mon Sep 07 2026

Logo

સગીરા પર બળાત્કાર ગુજારી તેને ધમકાવી: યુવકની ધરપકડ

2026-08-20 17:14:10
Author: Yogesh D. Patel
સગીરા પર બળાત્કાર ગુજારી તેને ધમકાવી: યુવકની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પંદર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ 27 વર્ષના યુવકની ધરપકડ કરાઇ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ભિવંડી વિસ્તારમાં 17 ઑગસ્ટે આ ઘટના બની હતી. પીડિતા અને આરોપીનો ભાઇ એકબીજાને ઓળખતા હોઇ આરોપી ઘટનાને દિવસે પીડિતાને પોતાના ભાઇના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેના પર કથિત બળાત્કાર ગુજાર્યો હતો અને ઘટનાની કોઇને પણ જાણ કરે તો જાનથી મારી નાખવાની તેને ધમકી આપી હતી.

કોનગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાએ તેના પરિવારને તમામ હકીકત જણાવી હતી અને બાદમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે આરોપી યુવક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો)ની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને 18 ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી.

(પીટીઆઇ)