Sun Jun 28 2026

Logo

હેં... ખરેખર?: એન્ગ્લરફિશ: શિકારની જેમ સમાગમ પદ્ધતિ અજીબ ને બેજોડ

2026-06-28 08:29:00
Author: Praful Shah
Article Image

 

 

 

- પ્રફુલ શાહ

 

દરિયાના ઊંડા અંધારામાં રહેતી એન્ગ્લરફિશ શિકાર કરવા માથા પરના લાંબા ડંડાના છેડે પ્રકાશ ઉત્પન્ન કરે એ સિવાયની આશ્ર્ચર્યજનક વિશિષ્ટતા ધરાવે છે. આ ખાસમખાસ બાબત પ્રજનન અને જાતીય સમાગમ સંબંધી છે. 

તેની પ્રજનનની પધ્ધતિ અદ્ભુત અને રીત સાવ અજાણી છે. 

 

મોટાભાગની એન્ગ્લરફિશમાં માત્ર માદા જ મોટી હોય છે.નર ઘણીવાર ખૂબ નાનો હોય છે અને માદાના શરીર સાથે કાયમી રીતે જોડાઈ જાય છે, જે પ્રાણીજગતમાં અત્યંત અનોખી પ્રજનન પદ્ધતિ છે.

 

એન્ગ્લરફિશની આ સૌથી અનોખી પ્રજનન પદ્ધતિ ‘સેક્સ્યુઅલ પેરાસિટિઝમ’ (જયડ્ઢીફહ ઙફફિતશશિંતળ) કહેવાય છે. ઊંડા સમુદ્રની એન્ગ્લરફિશની  જાતિઓમાં માદા નર કરતાં ઘણી મોટી હોય છે. એટલો બધો ફરક કે નરનું કદ માદાની સરખામણીએ માત્ર દશ ટકા જેટલું હોય છે.

 

એન્ગ્લર ફિશની પ્રજનન પદ્ધતિ (લૈંગિક પરજીવિત્વ)ને શક્ય એટલી સરળ રીતે સમજીએ. નર સુગંધનો ઉપયોગ કરીને માદાને શોધે છે. નર માદાને બટકું ભરીને તેના શરીર સાથે જોડાઈ જાય છે, ચોટી જાય છે. 

ઊંડા સમુદ્રમાં સાથી શોધવો મુશ્કેલ હોવાથી નર માદાને શોધીને તેના શરીરને દાંતથી ચોંટી જાય છે. થોડા સમય પછી નર અને માદાના રક્તપ્રવાહ એકબીજા સાથે જોડાઈ જાય છે. નર માદા સાથે સાચા અર્થમાં જોડાઈ જાય છે. સમય જતાં 

નરનું શરીર માદાનો ભાગ બની જાય છે. .

 

ધીમે ધીમે નરનું શરીર ક્ષીણ થવા લાગે છે. હવે બન્ને એક જ રક્તપ્રવાહ શેર કરે છે. નર પોતાનાં આંખો, પાંખો, હૃદય, મગજ જેવા મોટાભાગનાં અંગો ગુમાવી દે છે અને માદા માટે કાયમી શુક્રાણુનો સ્રોત બની જાય છે.

 

અંતે નર માત્ર શુક્રાણુ ઉત્પન્ન કરતું જીવંત અંગ બની જાય છે અને માદા સાથે કાયમ માટે જોડાયેલો રહે છે. જ્યારે માદા ઇંડાં મૂકે છે ત્યારે જોડાયેલો નર તરત જ તેને ફળદ્રુપ બનાવી શકે છે. એક માદા સાથે ઘણા નર જોડાયેલા હોઈ શકે છે. ક્યારેક પાંચ-છ પણ.

 

સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ લૈંગિક પરજીવિત્વ પદ્ધતિ શા માટે વિકસી? ઊંડા સમુદ્રમાં જીવસૃષ્ટિ બહુ ઓછી હોય છે અને અંધકાર ખૂબ હોય છે. તેથી નર અને માદા ફરીથી મળી શકશે તેની કોઈ ખાતરી નથી. એકવાર સાથી મળી જાય પછી કાયમી જોડાણ પ્રજનનની સફળતા વધારી દે છે.

 

આ પદ્ધતિને વૈજ્ઞાનિકો Sexual Parasitism કહે છે અને તે કુદરતના સૌથી વિચિત્ર ઉત્ક્રાંતિજન્ય અનુકૂલન માનવામાં આવે છે.

 

એન્ગ્લર ફિશની 300થી વધુ પ્રજાતિઓ છે, જેમાં ઊંડા સમુદ્રના એન્ગ્લરફિશ, સી ડેવિલ્સ અને ઓછી ઊંડાઈમાં રહેતી મોન્કફિશનો સમાવેશ થાય છે.

 

એન્ગ્લરફિશ શિકાર અને સમાગમ પદ્ધતિ માટે સૌથી અજીબ-બેજોડ જીવ ગણાય છે.

 

(સંપૂર્ણ)