(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંંબઈ વધતી પાણીની માગણીને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અનેક પ્રોેજેક્ટ હાથમાં લેવામાં આવ્યા છે, તેમાનો એક દરિયાના ખારા પાણીને મીઠા કરવાનો મનોરીનો પ્રસ્તાવિત ડિસાલિનેશનનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ સામે જોકે માછીમારોએ વિરોધ દર્શાવ્યો છે. અખિલ મહારાષ્ટ્ર મચ્છીમાર ક્રુતિ સમિતિએ ૧૯ ઑક્ટોબરના બાન્દ્રા કલેક્ટર ઓફિસ સામે વિરોધ કરવા સામે મોરચો કાઢવાની જાહેરાત કરી છે.
મનોરીના પ્રસ્તાવિત ડિસેલિનેશન પ્રોજેક્ટ સામે માછીમારો શરૂઆતથી જ તેમનો પરંપરાગત માછીમારોનો વ્યવસાય જોખમમાં મુકાશે એવા ડરે વિરોધ કરી રહ્યા છે. માછીમાર સમાજે મુંબઈના નાગરિકોના કરવેરાના પૈસાના વેડફાટ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે અને આ પ્રોજેક્ટને તાત્કાલિક રદ કરવાની માગણી કરી છે.
AI (પ્રતિકાત્મક તસવીર)