અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી આગાહી મુજબ, સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે. અત્યારથી જ લોકોને કાળઝાળ ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થવા લાગશે. જ્યારે દેશના 17 રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં શું છે ગરમી વધવા પાછળનું મુખ્ય કારણ
હાલમાં વાતાવરણમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોની અસરને કારણે રાજ્યભરમાં તાપમાન ઝડપથી ઊંચકાઈ રહ્યું છે. આગાહી અનુસાર, રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચકાઈને 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને બપોરના સમયે સૂર્યનો આકરો તડકો અને લૂ જેવો માહોલ જોવા મળી શકે છે.
દેશના આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
આ દરમિયાન હવામાન વિભાગે વરસાદને લઈને નવું એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન હવામાન વિભાગે 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું એલર્ટ પણ જાહેર કર્યું છે. પહાડી રાજ્યોમાં લોકોને વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, ત્યાં ભૂસ્ખલનની આશંકા છે. માછીમારોને વાવાઝોડા દરમિયાન દરિયા કિનારા આસપાસ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
આ 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન વિભાગદ્વારા આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સામેલ છે.