Fri May 01 2026

Logo

ટીમ ઇન્ડિયા જુલાઈમાં ઇંગ્લેન્ડ બાદ સીધી ઝિમ્બાબ્વે પ્રવાસ પર જશે: શેડ્યૂલ જાહેર

2026-04-01 14:53:00
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ આ વર્ષે જુલાઈમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર જશે, આ દરમિયાન ભારત અને ઝીમ્બાબ્વેની ટીમ વચ્ચે ત્રણ મેચની T20I સિરીઝ રમાશે. આજે બુધવારે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઇન્ડિયા(BCCI)એ ભારતીય ટીમનાં ઝિમ્બાબ્વે પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે.  

ઝીમ્બાબ્વે સામેની T20 સીરીઝની શરૂઆત 23 જુલાઈથી થશે, બીજી મેચ 25 જુલાઈ અને ત્રીજી મેચ 26 જુલાઈએ રમાશે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસનું શેડ્યુલ જાહેર કરતા જણાવ્યું કે ત્રણેય T20I મેચ હરારેમાં રમાશે.

ભારતીય ટીમ અગાઉ 2024માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર ગઈ હતી, ભારતે પાંચ T20I મેચની સિરીઝ 4-1થી જીતી હતી. ઝિમ્બાબ્વેની ટીમ પણ આવતા વર્ષની શરૂઆતમાં ભારતના પ્રવાસે આવશે, આ દરમિયાન ત્રણ ODI મેચ રમાશે. ODI સિરીઝની પહેલી મેચ કોલકાતામાં, બીજી હૈદરાબાદમાં અને ત્રીજી ODI મુંબઈમાં રમાશે. 

ભારતીય ટીમ જુલાઈ મહિનાની શરૂઆતમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાની છે, આ દરમિયાન પાંચ T20I અને ત્રણ ODI માટે રમશે. ODI વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખીને આ પ્રવાસ ખુબ જ મહત્વનો સાબિત થઇ શકે છે

ભારતીય ટીમનું ODI અને T20I સેટઅપ મોટાભાગે અલગ છે, પરંતુ  હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ જેવા મુખ્ય ખેલાડીઓ બંને ફોર્મેટમાં રમી રહ્યા છે. અહેવાલ મુજબ બુમરાહને  T20I સિરીઝમાંથી બહાર રાખવામાં આવીશ શકે છે, જેના કારણે તે ODI પર વધુ ધ્યાન આપી શકે.  

ભારતનાં ઇંગ્લેન્ડ પ્રવાસનું શેડ્યુલ:
પહેલી T20I: 1 જુલાઈ, ડરહામ
બીજી T20I: 4 જુલાઈ, માન્ચેસ્ટર
ત્રીજી T20I: 7 જુલાઈ, નોટિંગહામ
ચોથી T20I: 9 જુલાઈ, બ્રિસ્ટલ
પાંચમી T20I: 11 જુલાઈ, સાઉધમ્પ્ટન
પહેલી ODI: 14 જુલાઈ, બર્મિંગહામ
બીજી ODI: 16 જુલાઈ, કાર્ડિફ
ત્રીજી ODI: 19 જુલાઈ, લંડન