Sun Jul 05 2026

Logo

ઇકો-રિસ્ટોરેશન એક્સપર્ટ: પ્રકૃતિના ડોકટરની વધતી માગ

2026-07-05 10:47:00
Author: Kirti Shekhar
Article Image

 

 

 

કરિયર - કીર્તિશેખર

 

હવામાન પરિવર્તન, વધતું પ્રદૂષણ, સુકાતા જળસ્રોતો, ઘટતા જંગલો અને ઝડપથી વધી રહેલા શહેરીકરણે દુનિયા સામે એક મોટો પડકાર ઊભો કર્યો છે. વિકાસની આંધળી દોટના કારણે આપણે આપણી નદીઓ, તળાવો, જંગલો અને કુદરતી ઇકોસિસ્ટમને બીમાર કરી દીધી છે. તેથી જ હવે પ્રકૃતિની તંદુરસ્તી સુધારવા માટે સમગ્ર વિશ્વમાં મોટા પાયે ‘ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ’ની માગ ઊભી થઈ છે, જેથી નુકસાન પામેલા કુદરતી સંસાધનોને ફરીથી જીવંત કરી શકાય. આ જ કારણે આજકાલ ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટની દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જ માગ છે. એ કહેવાની જરૂર નથી કે માત્ર અત્યારે જ નહીં પરંતુ આવનારા વર્ષોમાં પણ આ એક શાનદાર કરિયર બની રહેશે, કારણ કે લાંબા સમય સુધી તેમની માંગ જળવાઈ રહેશે. આવો વિગતવાર જાણીએ કે ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ કોણ હોય છે અને આ ક્ષેત્રમાં કરિયર કેવી રીતે બનાવી શકાય?

 

ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ કોણ હોય છે?

 

આ એવા લોકો છે, જેઓ કોઈ નુકસાન પામેલા ઇકોસિસ્ટમ જેમ કે જંગલ, નદી, તળાવ, ઘાસનાં મેદાનો, મેન્ગ્રોવ વિસ્તાર અથવા ખાણકામથી પ્રભાવિત થયેલી જમીનને પુનર્જીવિત કરીને તેને ઉત્પાદનક્ષમ બનાવે છે. ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ સૂકાઈ ગયેલા તળાવોને નવું જીવન આપે છે. નદીઓના કિનારાઓનું પુન:સ્થાપન કરે છે. ખાણકામથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિમાં સુધારો કરીને તેને પર્યાવરણને અનુકૂળ બનાવે છે. બાયોડાયવર્સિટી પાર્ક વિકસાવે છે. મેન્ગ્રોવ અને વેટલેન્ડ્સનું સંરક્ષણ કરે છે. સ્થાનિક પ્રજાતિના છોડનું પુન:રોપણ કરે છે. વરસાદી પાણીના સંગ્રહ પર આધારિત ઇકોસિસ્ટમ પ્રોજેક્ટ્સ બનાવે છે. વન્યજીવોના આવાસનું પુન:નિર્માણ કરે છે. આ રીતે જોઈએ તો, આ એવા લોકો હોય છે જેઓ વિજ્ઞાન, જૈવવિવિધતા, જળ વ્યવસ્થાપન અને સામુદાયિક વિકાસના જાણકાર હોય છે.

 

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

 

આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે રસ હોવો તો મહત્ત્વનો છે જ, સાથે જ ઓછામાં ઓછું 12મું ધોરણ સાયન્સમાંથી અને ત્યારબાદ કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએટ થવું જરૂરી છે. જ્યાં સુધી આ ક્ષેત્ર માટે યોગ્ય ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોની વાત છે, તો તે આ મુજબ છે-

 

બીએસસી એન્વાયરન્મેન્ટલ સાયન્સ, બીએસસી બોટની, બીએસસી ઝૂઓલોજી, બીએસસી જિયોગ્રાફી, બીએસસી એગ્રીકલ્ચર, બીએસસી ફોરેસ્ટ્રી, બીટેક એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિંગ અને બીટેક સિવિલ એન્જિનિયરિંગ.

 

ઉચ્ચ શિક્ષણમાં આ ક્ષેત્ર માટેના મહત્ત્વના અભ્યાસક્રમો આ મુજબ છે - એમએસસી એન્વાયરન્મેન્ટલ સાયન્સ, એમએસસી ઇકોલોજી, એમએસસી ફોરેસ્ટ્રી, માસ્ટર ઇન નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ, માસ્ટર ઇન એન્વાયરન્મેન્ટલ મેનેજમેન્ટ, એમટેક એન્વાયરન્મેન્ટલ એન્જિનિયરિંગ.

 

જરૂરી કૌશલ્યો સ્કિલ્સ: એક સફળ ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ બનવા માટે ડિગ્રીની સાથે-સાથે તમારામાં આ સ્કિલ્સ હોવી પણ જરૂરી છે: 

 

* ઇકોલોજીની સમજણ

 

* જૈવવિવિધતાના સંરક્ષણનું જ્ઞાન

 

* વોટર મેનેજમેન્ટનું જ્ઞાન

 

* જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ

 

* પ્રોજેક્ટ મેનેજમેન્ટ

 

* ફિલ્ડ સર્વે

 

* ડેટા એનાલિસિસ

 

* રિપોર્ટ રાઈટિંગ

 

* વિવિધ સમુદાયો સાથે કામ કરવાની ક્ષમતા

 

આ તમામ કૌશલ્યો પણ ખૂબ જરૂરી છે, કારણ કે આ ક્ષેત્રના નિષ્ણાતોએ ઓફિસમાં બેસીને, નહીં પરંતુ ફિલ્ડમાં જઈને કામ કરવાનું હોય છે.

 

મહત્ત્વની શૈક્ષણિક સંસ્થાઓ

 

ભારતમાં ઇકો-રિસ્ટોરેશન સ્પેશિયાલિસ્ટ બનવા માટેનો જરૂરી અભ્યાસ નીચેની સંસ્થાઓમાંથી કરી શકાય છે:

 

* ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેસ્ટ મેનેજમેન્ટ

 

* ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

 

* વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા

 

* ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ

 

* ટેરી સ્કૂલ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝ

 

જ્યાં સુધી અભ્યાસના અંદાજિત ખર્ચની વાત છે, તો સરકારી સંસ્થાઓમાં પ્રતિ વર્ષ 20 હજારથી 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓમાં વાર્ષિક 1 લાખથી 4 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. બીજી તરફ, ગ્રેજ્યુએશન અભ્યાસક્રમોમાં 50 હજારથી લઈને 6 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

 

નોકરી આપતી સંસ્થાઓ

 

આ ક્ષેત્રમાં નોકરી આપતી અગ્રણી સંસ્થાઓ અને સંગઠનો આ મુજબ છે:

 

‘યિંશિશક્ષ.જ્ઞલિ:’આ ભારતની અગ્રણી પર્યાવરણ સંશોધન સંસ્થા છે, જ્યાં ઇકો-રિસ્ટોરેશન પ્રોજેક્ટ્સ પર કામ થાય છે.

 

 ૂૂરશક્ષમશફ.જ્ઞલિ:’ આ સંસ્થા જૈવવિવિધતા અને કુદરતી રહેઠાણોના સંરક્ષણને લગતા પ્રોજેક્ટ્સમાં તકો પૂરી પાડે છે.

 

‘ક્ષફિીંયિ.જ્ઞલિ:’ આ સંસ્થા ઇકોલોજીકલ રિસ્ટોરેશન અને જળ સંરક્ષણ કાર્યક્રમો ચલાવે છે.

 

‘ફિયિંય.જ્ઞલિ:’ આ પર્યાવરણીય સંશોધન અને પુન:સ્થાપન સાથે જોડાયેલી અગ્રણી સંસ્થા છે.

 

‘તજ્ઞીવિં-ફતશફ.ૂયહિંફક્ષમત.જ્ઞલિ:’ આ સંસ્થા વેટલેન્ડ્સના સંરક્ષણ અને પુનર્જીવન પર કામ કરે છે.

 

આ ઉપરાંત નીચેની જગ્યાઓએ પણ નોકરી મળે છે:

 

* નેશનલ મિશન ફોર ક્લીન ગંગા

 

* મિનિસ્ટ્રી ઓફ એન્વાયરન્મેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ 

 

* રાજ્યના વન વિભાગો

 

* મહાનગરપાલિકાઓના તળાવ અને નદી પુનર્જીવન પ્રોજેક્ટ્સ

 

* માઇનિંગ કંપનીઓ

 

* સીએસઆર (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી) પ્રોજેક્ટ્સ

 

* પર્યાવરણ ક્ધસલ્ટન્સી ફર્મ્સ વગેરે જેવી જગ્યાએ નોકરીઓ ઉપલબ્ધ છે.

 

પ્રારંભિક પગાર

 

જ્યાં સુધી પ્રારંભમાં પગારની વાત છે, તો વાર્ષિક 3 થી 6 લાખ રૂપિયા મળે છે અને 3 થી 5 વર્ષના અનુભવ પછી પગાર વાર્ષિક 6 થી 12 લાખ રૂપિયા થઈ જાય છે. જ્યારે સિનિયર નિષ્ણાતોને વાર્ષિક 12 થી 25 લાખ રૂપિયા અને પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ્સને વાર્ષિક 20 થી 40 લાખ રૂપિયા સુધી આરામથી મળી જાય છે. સાથે જ, ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડ, યુએઇ અને યુએસએમાં પણ આ ક્ષેત્રના નિષ્ણાતોની ભારે માગ છે. વર્ષ 2021 થી 2030 ના દાયકાને ‘ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનનો દાયકો’ જાહેર કરવામાં આવ્યો છે.

વિશ્વભરમાં સરકારો અને સંસ્થાઓ કુદરતી સંસાધનોના પુનર્જીવન પર અબજો ડૉલર ખર્ચ કરી રહી છે. ભારતમાં પણ ‘નમામિ ગંગે’, ‘અમૃત સરોવર’, ‘કેચ ધ રેન’, ‘મેન્ગ્રોવ સંરક્ષણ’ અને ‘અર્બન બાયોડાયવર્સિટી પાર્ક’ જેવા પ્રોજેક્ટ્સ ઝડપથી વધી રહ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્રમાં કરિયરની સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે.