મુંબઈઃ બોલિવુડ દર અઠવાડિયે એક નવી ફિલ્મ લઈને આવે છે. અત્યારે બોક્સ ઓફિસ પર આલિયાની ફિલ્મ ‘આલ્ફા’એ દસ્તક દીધી છે. આલિયા ભટ્ટ અને શરવરીની ફિલ્મ ‘આલ્ફા’ લાંબા સમય બાદ મોટા પરદા પર આવી છે. આ ફિલ્મને એકદમ સારો પણ નહીં અને એકદમ ખરાબ પણ નહીં એવો રિવ્યૂ મળ્યો છે. આ પહેલા આવેલી સ્પાઈ ફિલ્મો કરતા આલિયાની આ ફિલ્મ કેટલી કમાણી કરશે તેના પર દરેકની નજર છે. આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ છે, બાકી પણ અનેક મોટા અભિનેતાઓ ફિલ્મમાં જોવા મળશે. તો ચાલો જોઈએ કમાણીના આંકડા...

પહેલા દિવસે આશરે 9 કરોડ રૂપિયાની કમાણી
બોક્સિ ઓફિસના રિપોર્ટ્સ પ્રમાણે ‘આલ્ફા’એ પહેલા દિવસે આશરે 9 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વિદેશમાં આ ફિલ્મે 5 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. એટલે કુલ મળીને આ ફિલ્મે પહેલા દિવસે 15.80 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મને 3 જુલાઈએ એક સાથે ભારતના 7534 શો સાથે રિલીજ કરવામાં આવી હતી. તેમ છતાં ઓપનિંગ ડેની કમાણી એટલી કઈ ખાસ રહી નહીં.

રિપોર્ટ્સ પ્રમાણે યશ રાજ ફિલ્મની સ્પાઈ યુનિવર્સ ફિલ્મો ‘આલ્ફા’ અત્યાર સુધીમાં સૌથી ઓછી ઓપનિંગ વાળી ફિલ્મ બની છે. જો કે, અત્યારે ચાલી રહેલી ફિલ્મોમાં આલિયાની ફિલ્મ આગળ ચાલી રહી છે. ખાસ કરીનું હુમા કુરેશની ફિલ્મ ‘બેબી ડુ ડાઈ ડુ’ને પણ ‘આલ્ફા’એ જોરદાર ટક્કર આપી છે. જો કે, હુમા કુરેશની ફિલ્મ ‘બેબી ડુ ડાઈ ડુ’ને દેશભરમાં માત્ર 778 શો જ મળ્યાં છે. જેથી તે ફિલ્મે પહેલા દિવસે માત્ર 40 લાખની કમાણી કરી છે.
અત્યારે બોક્સ ઓફિસ પર જે ફિલ્મો ચાલી રહી છે, જેને જોતા આલિયાની ‘આલ્ફા’ સારી કમાણી કરી રહી છે. હુમા કુરેશની ફિલ્મ ‘બેબી ડુ ડાઈ ડુ’ આલ્ફા સામે ટકી શકે તેમ નથી. દાવો એવો પણ છે કે, આલિયા અને શારવરીની આ એક્શન ફિલ્મ પહેલા દિવસની કમાણીમાં તો કઈ ખાસ કમાલ કરી શકી નથી, પરંતુ હવે આગામી દિવસોમાં કેવી કમાણી કરે છે તે જોવાનું રહેશે.