ડમ્પિંગ ગ્રાઉન્ડના શેડ, વર્કશોપ, ક્ધટેઈનર, ઓફિસ બિલ્િંડગનું સ્ટેબિલિટી ઓડિટ કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેના મોશીમાં કચરાનો મોટો ઢગલા પડી ત્રણ માળની ઈમારત થરાશાયી થવાની દુર્ઘટના બાદ મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના કાંજૂરમાર્ગ, દેવનાર અને મુલુંડના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં રહેલા શેડ, ઓફિસ, દેખરેખ ક્ધટેઈનર સહિતના સ્ટ્રક્ચરના તાત્કાલિક ધોરણે સ્ટેબિલિટી ઓડિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. એ સાથે જ પોતાના દરેક પ્રોજેક્ટ માટે ચોમાસા પહેલાની તૈયારી રૂપે સ્વતંત્ર રૂપે સ્ટાન્ડર્ડ ઓપરેટિગ પ્રોસેજર (એસઓપી) તૈયાર કરવાનો પણ નિર્ણય લીધો છે.
પાલિકાના ધનકચરા વ્યવસ્થાપન પ્રોજેક્ટ અને તેના સુરક્ષા બાબતે મંગળવારે પાલિકાના એડિશનલ કમિશનરે અગત્યની બેઠક યોજી હતી, જેમાં પાલિકાના તમામ ઘનકચરા વ્યવસ્થાપનના પ્રોજેક્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવા પર ભાર આપવામાં આવ્યો હતો. આગામી વરસાદ અને પ્રતિકૂળ હવામાનનો વિચાર કરીને તમામ પ્રોજેક્ટના ઠેકાણે આવશ્યક તૈયારી પૂર્ણ કરવાનો અને દરેક પ્રોજેક્ટ માટે ચોમાસા પહેલાની તૈયારીના ભાગરૂપે સ્વતંત્ર રીતે એસઓપી તૈયાર કરવાનો તેમ જ સુરક્ષાના તમામ નિયમનું સખતાઈપૂર્વક પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
પાલિકાના એડિશનલ કમિશનર વિપીન શર્માએ જણાવ્યું હતું કે ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરાની ઊંચાઈ નિર્ધારીત મર્યાદિત રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટ પરિસરમાં ફકત અધિકૃત વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે અને આવનાર દરેક વ્યક્તિની નોંધ રાખવાની રહેશે. ડમ્પિંગ ગ્રાઉન્ડના તમામ શેડ, કાર્યશાળા, ક્ધટેઈનર જેવા તમામ બાંધકામનું સ્ટેબિલિટી ઓડિટ તાત્કાલિક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કાંજુરમાર્ગ, દેવનાર અને મુલુંડના બાયોમાયનિંગ પ્રોજેક્ટમાં ખોદકામ પદ્ધતિનો અહેવાલ લઈને સુરક્ષાની કાર્યપદ્ધતિ નક્કી કરીને જયાં કચરાનો ઢગલો અસ્થિર હાલતમાં જણાઈઆવે ત્યાં યોગ્ય રીતે બૅરિકેડિંગ કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
દેવનારના કચરામાંથી વેસ્ટ ટુ એનર્જીપ્રોજેક્ટ અને વર્ષો સાચવી રાખવામાં આવેલા કચરામાં આગ અને મિથેન વાયુ સંબંધિત જોખમનું પરીક્ષણ કરીને આવશ્યક પ્રતિબંધાત્મક ઉપાયયોજના કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
FIle