અર્લિંગ્ટન: ફિફા વર્લ્ડ કપમાં સ્પેને મંગળવારે રાત્રે 2022ના રનર-અપ ફ્રાન્સને સેમિ ફાઈનલ (Semi Final)માં 2-0થી પછડાટ આપીને 16 વર્ષ બાદ પહેલી વાર અને કુલ બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો આર્જેન્ટિના અથવા ઇંગ્લૅન્ડ સામે થશે. આજે મધરાત બાદ બીજી સેમિ ફાઇનલમાં આર્જેન્ટિના અને ઇંગ્લૅન્ડ ટકરાશે. ફ્રાન્સ (France)ને આ વખતની ટૂર્નામેન્ટની ત્રીજી શ્રેષ્ઠ ટીમ બનવાનો મોકો મળશે.

સ્પેન (Spain) ફિફા વર્લ્ડ કપના ઇતિહાસની એવી પહેલી ટીમ બની છે જે વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટની 6 મૅચમાં ક્લીન શીટ સાથે આગળ વધી છે (છ મૅચમાં હરીફ ટીમને એકેય ગોલ નથી કરવા દીધો). વર્તમાન વર્લ્ડ કપમાં સ્પેનનો પર્ફોર્મન્સ આ મુજબ રહ્યો: કેપ વર્ડે સામે 0-0થી ડ્રો, સઉદી સામે 4-0થી વિજય, ઉરુગ્વે સામે 1-0થી વિજય, ઑસ્ટ્રિયા સામે 3-0થી વિજય, પોર્ટુગલ સામે 1-0થી વિજય, બેલ્જીયમ સામે 2-1થી વિજય અને ફ્રાન્સ સામે 2-0થી વિજય.

ટ્રોફી જીતશે તો આ સિદ્ધિ પણ મેળવશે
ટૂંકમાં, આ વખતે આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેનાર સ્પેન હવે 2010 બાદ ફરી એક વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાથી એક જ ડગલું દૂર છે. જો સ્પેન આ વખતે વર્લ્ડ ચેમ્પિયન બનશે તો કોઈ દેશે યુરો ચેમ્પિયન બન્યા પછીના વર્લ્ડ કપમાં ટાઈટલ મેળવ્યું હોય એવો ત્રીજો કિસ્સો બનશે : (પશ્ચિમ જર્મની 1972-74 અને સ્પેન 2008-10).
કોણે સ્પેનને બે ગોલ અપાવ્યા?
રેફરીઓના વિવાદાસ્પદ નિર્ણયોના માહોલમાં સ્પેને ફ્રાન્સને 2-0થી હરાવ્યું હતું જેમાં પ્રથમ ગોલ મિકેલ ઑયારઝાબલે બાવીસમી મિનિટમાં લેમિન યમાલ સાથેના ફાઉલને પગલે મળેલી પેનલ્ટી કિકની મદદથી કર્યો હતો. બીજો ગોલ 58મી મિનિટમાં પેડ્રો પૉરોએ ફ્રાન્સની ડિફેન્સ ભેદીને ડાની ઑલ્મોના સુંદર ફ્લિક બાદ કર્યો હતો.
એકંદરે આખી મૅચમાં સ્પેનની ટીમનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. ટ્રોફી મેળવવા માટે ફેવરિટ મનાતી ફ્રાન્સની ટીમનો અસલ પર્ફોર્મન્સ આ સેમિ ફાઇનલમાં જોવા ન મળ્યો. ફ્રાન્સના ખેલાડીઓ જોઈએ એવા આક્રમક નહોતા તેમ જ તેમનું ડિફેન્સ વારંવાર સ્પેન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને ફ્રાન્સનો કીલિયાન ઍમ્બપ્પે સ્પેનની આક્રમક ટીમ સામે નબળો સાબિત થયો હતો.
સ્પેનની અન્ય ઉપલબ્ધિઓ...
(1) સ્પેન 2006થી માંડીને અત્યાર સુધીમાં ફિફા વર્લ્ડ કપની જેટલી પણ નૉકઆઉટ મૅચ રમ્યું છે એમાં સતત 10 મૅચમાં અપરાજિત રહ્યું છે.
(2) તમામ ટૂર્નામેન્ટોની ગણતરી કરીએ તો સ્પેન છેલ્લી સતત 37 મૅચમાં અપરાજિત રહ્યું છે.
(3) સ્પેન હવે ફ્રાન્સ સામે છેલ્લી પાંચમાંથી ચાર નૉકઆઉટ મૅચ જીત્યું છે.
(4) ફિફા વર્લ્ડ કપની છેલ્લી 10 મૅચમાં ગોલ કરવાની ફ્રાન્સની પરંપરાને સ્પેને 2-0ના વિજય સાથે મંગળવારે અટકાવી દીધી હતી.
(5) ફિફા વર્લ્ડ કપમાં સતત છ મૅચમાં જીત મેળવવાની ફ્રાન્સની પરંપરાને પણ સ્પેને બ્રેક મારી હતી.
(6) ફ્રાન્સ લાગલગાટ બે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની પશ્ચિમ જર્મની અને બ્રાઝિલ જેવી સિદ્ધિ મેળવવાથી વંચિત રહી ગયું છે.
(7) ફિફા નૉકઆઉટ તબક્કામાં 0-2નો પરાજય ફ્રાન્સ માટે 1986ની પશ્ચિમ જર્મની સામેની હાર પછીનો સૌથી ખરાબ પરાજય છે.
(8) સ્પેન વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 17 પેનલ્ટી કિકથી ગોલ કરનાર દેશ બન્યો છે.