નવી દિલ્હી / અમદાવાદઃ ગુજરાત સામાજિક અને આર્થિક બંન્ને રીતે વિકસિત થઈ રહ્યું છે. ભારતના અન્ય શહેરો જે કમાણી મામલે ટોપ પર આવે છે, તે યાદીમાં હવે ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થવા લાગ્યો છે. ભારતના નાના અને ઉભરતા શહેરોની આર્થિક સ્થિતિ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાત માટે સારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. કમાણી અને ખર્ચ મામલે ગુજરાતના નાના શહેરો મુંબઈ જેવા માયાવી શહેરોને પણ ટક્કર આપી રહ્યાં છે. એટલે કે, નાના શહેરો હવે આર્થિક સ્થિતિ મામલે હરણફાળ ભરી રહ્યાં છે, ચાલો વિગતે જોઈએ...

આવક અને વપરાશમાં વડોદરા અને સુરતનો દબદબો
કમાણી અને ખર્ચ મામલે નાના શહેરો જે મજબૂત થઈ રહ્યાં છે, તેમાં 10 ટોપ શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ થયો છે. ગુજરાતના ત્રણ શહેરોએ દેશની આર્થિક સ્થિતિમાં સુધાર લાગવા પોતાનું યોગદાન આપ્યું છે. જેના કારણે રાજ્યની આર્થિક સ્થિતિ પણ સારી થઈ રહી છે. આ યાદીની વાત કરવામાં આવે તો, પાંચમાં ક્રમે ગુજરાતનું સુરત આવે છે. સુરતમાં વ્યક્તિની સરેરાશ આવક 15.5 લાખ રૂપિયા હોવાનું રિપોર્ટમાં પ્રકાશમાં આવ્યું છે. આ સાથે સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા ત્રીજા ક્રમે આવે છે. અહીં સરેરાશ આવક 26 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે આ યાદીમાં જામનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ અર્થ એ છે કે, નાના શહેરો હવે મોટા શહેરની સ્થિતિમાં સારી વિકસિત થઈ રહ્યાં છે.
રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપ્યો
ખાસ કરીને ગુજરાતના આ 3 શહેરોએ દેશના ટોપ-10 શહેરોમાં સ્થાન મેળવી રાજ્યની મજબૂત આર્થિક સ્થિતિનો સંકેત આપ્યો છે. આ શહેરો માત્ર કમાણી દ્રષ્ટીએ જ નહીં પરંતુ ઘરેલુ ખર્ચમાં પણ આગળ આવી રહ્યાં છે. જેટલી કમાણી વધી છે, એટલો ખર્ચમાં પણ વધારો થયો છે. એટલે કે અર્થશાસ્ત્રની ભાષામાં આવાક સાથે જાવક પણ વધી છે. પરંતુ મૂળ વાત એ છે કે, આ શહેરોએ મોટા શહેરોને હંફાવી દીધા છે. ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે હવે સરકાર પણ સહકાર આપી રહી હોવાથી ઉદ્યોગો આ શહેરોમાં આવી રહ્યાં છે. જેના કારણે આ સ્થિતિમાં સુધાર આવ્યો છે.
ટોપ 5માં કયાં શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો?
કમાણી અને ખર્ચ મામલે ટોપ 10 શહેરોની વાત કરવામાં આવે તો, પહેલા ક્રમે ચંદીગઢ આવે છે, તે પછી ક્રમશઃ તિરૂવંતપુરમ, વડોદરા, તિરૂપુર અને સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના મોટા શહેર જેમ કે, અમદાવાદ પણ આ સ્થિતિમાં સુધાર કરવા માટે મહત્વનો ફાળો આવી રહ્યું છે. આ શહેરોમાં ખાસ કરીને રૂપિયા 6 લાખથી રૂપિયા 36 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.