Sat May 02 2026

Logo

શું તમારું વોટ્સએપ અપડેટેડ છે? આ ૫ જાદુઈ ટ્રિક્સ તમારા ડેઈલી ચેટિંગને બનાવી દેશે અત્યંત સરળ

2026-03-25 21:04:06
Author: Darshana Visaria
Article Image

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં પણ વોટ્સએપ એ લોકોનું સૌથી લોકપ્રિય અને મનગમતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. વોટ્સએપન દ્વારા પણ યુઝર્સ માટે દર થોડાક સમયે અપડેટ્સ અને અનોખા ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે, જેથી તે વધુને વધુ યુઝર ફ્રેન્ડલી બની શકે છે. આજે અપે અહીં તમને વોટ્સએપના પાંચ એવા હિડન ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ છે જે છે તો ખૂબ જ કામના, પણ અનેક લોકોને આ ફીચર્સની પૂરતી જાણકારી હોતી નથી. 

જો તમે વોટ્સએપનો નિયમિત રીતે ઉપયોગ કરો છો, તો અહીં કેટલીકએવી હિડન ટ્રિક્સ વિશે આજે આપણે વાત કરીશું કે જે તમારા ચેટિંગ અનુભવને વધુ સુરક્ષિત અને મનોરંજક બનાવી શકે છે. મોટાભાગના યુઝર્સ આ સ્માર્ટ ફીચર્સ વિશે જાણતા નથી અને એટલે જ તેઓ આ ખૂબ જ મહત્ત્વના અને કામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. 

મેસેજ એડિટ કરવાનું ફીચર 
આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે ઘણી વખત ઉતાવળમાં મેસેજ ટાઈપ કરતી વખતે કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક કે પછી એરર રહી જાય છે. પરંતુ આ મેસેજ તમે ડિલીટ કરવાને બદલે એને એડિટ કરી શકો છો. આ માટે તમારે સેન્ડ કરેલા મેસેજ પર લોન્ગ પ્રેસ કરીને એડિટના ઓપ્શન પર ક્લિક કરીને તમે એ મેસેજમાં જરૂરી સુધારા-વધારા કરી શકો છો. જોકે, આ ફીચર મેસેજ મોકલ્યાની 15 મિનિટ સુધી જ ઉપલબ્ધ હોય છે. 

હાઈ-ક્વોલિટી ફોટા મોકલો 
સામાન્ય રીતે વોટ્સએપ પર ફોટા મોકલતી વખતે તેની ક્વોલિટી ઘટી જાય છે. હવે ફોટો સિલેક્ટ કર્યા પછી ઉપરની બાજુએ આપેલા 'HD' આઈકન પર ક્લિક કરીને તમે ઓરિજિનલ ક્વોલિટીમાં હાઈ-રિઝોલ્યુશન ફોટા મોકલી શકો છો.

સીક્રેટ ચેટ લોક 
તમારી પર્સનલ ચેટને અન્ય લોકોથી છુપાવવા માટે તમે વોટ્સએપમાં આપવામાં આવેલા આ સિક્રેટ ચેટ લોક ફીચરનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ચેટની પ્રોફાઇલ વિગતમાં જઈને તેને લોક કરી શકાય છે. આ ચેટ માત્ર તમારા ફિંગરપ્રિન્ટ કે ફેસ લોકથી જ ખુલશે.

વન-ટાઇમ વ્યુ મેસેજ 
જો તમે સામેવાળી વ્યક્તિને કોઈ એવો ફોટો કે વીડિયો મોકલવા માંગતા હોવ જે સામેવાળી વ્યક્તિ એક જ વાર જોઈ શકે અને તે એની ગેલેરીમાં સેવ ન થાય, તો આ વન ટાઈન વ્યુ મેસેજ મોડનો ઉપયોગ કરી શકો છો. પ્રાઈવસી માટે આ બેસ્ટ ફીચર છે.

વૉઇસ સ્ટેટસ 
હવે તમે સ્ટેટસમાં માત્ર ફોટા કે વીડિયો જ નહીં, પણ વોઈસ નોટ્સ પણ મૂકી શકો છો. સ્ટેટસ સેક્શનમાં જઈને માઈક આઈકન દબાવી રાખવાથી તમે ૩૦ સેકન્ડ સુધીની વૉઇસ નોટ સ્ટેટસમાં શેર કરી શકશો.