Sat Aug 29 2026

Logo

મેટા લઈ શકે મોટો નિર્ણય: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નક્કી કરી શકે ટાઈમ લિમિટ, રાત્રે ઓટોમેટિક બંધ થશે એપ

California   2026-08-27 16:53:45
Author: Mumbai Samachar Team
મેટા લઈ શકે મોટો નિર્ણય: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નક્કી કરી શકે ટાઈમ લિમિટ, રાત્રે ઓટોમેટિક બંધ થશે એપ

કેલિફોર્નિયાઃ દેશનું રાજકારણ જેટલી સ્પીડથી બદલાતું નથી એનાથી ડબલ સ્પીડથી ટેક્નોલોજી બદલાઈ રહી છે. બેફામ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો માટે એક મર્યાદા નક્કી થઈ શકે છે. આવું કોઈ સરકાર નહીં પણ સોશિયલ મીડિયા કંપની જ એક ફીચર લાવી રહી છે. આ સોશિયલ મીડિયા એપ્લિકેશન એટલી હદા સ્ટ્રિક છે જે લિમિટ નક્કી કર્યા બાદ ડાયરેક્ટ શટઓફ જ થઈ જશે.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એક એવું ફીચર રોલ આઉટ કરવા જઈ રહી છે જેમાં એક મર્યાદા નક્કી કર્યા બાદ તેનો ઉપયોગ નહીં કરી શકાય. દિવસમાં માત્ર બે કલાક અને રાત્રીના સમયે એક ચોક્કસ સમય બાદ તેનો ઉપયોગ નહીં કરી શકાય. આ ફીચર હજુ સુધી તો રોલઆઉટ થયું નથી પણ આવી જશે તો સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરનારા સામે એક લિમિટ નક્કી થઈ જશે. 

આખરે શું બન્યું હતું કોર્ટમાં

કેલિફોર્નિયાની કોર્ટમાં એક સહમતી પત્ર આપતા મેટાએ કહ્યું હતું. જેમાં એક એવી શરત મૂકવામાં આવી હતી કે, 14 બિલિયન અમેરિકી ડૉલરના દંડની સાથે સાથે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમ લાગુ કરવાના રહેશે. આ અંગે કોર્ટે પણ કેટલીક સ્પષ્ટતા કરી લીધી હતી. કેલિફોર્નિયાનાના એર્ટોની જનરલ રોબ બોનટાની કચેરીમાંથી મળેલા એક રિપોર્ટ અનુસાર આ નિયમ માત્ર 18 વર્ષથી નીચેના યુઝર્સને જ લાગુ પડશે. આ માટે એમના એકાઉન્ટને પહેલા વેરિફાઈ કરવામાં આવશે. 

આ માટે જે તે એકાઉન્ટ જ નહીં પેજને પણ આવરી લેવામાં આવ્યા છે. એ વાત સ્પષ્ટ નથી કે, મેટા આ નિયમની અમલવારી ક્યારે અને કેવી રીતે લાગુ કરશે.  છેલ્લા બે અઠવાડિયામાં મેટા વિરુદ્ધ દાખલ કરાયેલા કુલ 28 મુકદ્દમાઓ અંગે કેલિફોર્નિયાની એક કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, જેમાં કંપની વિરુદ્ધ ગંભીર આરોપો સામેલ હતા. આમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સની બાળકો પર નકારાત્મક અસર અંગે ચિંતાઓનો સમાવેશ થતો હતો. 

આ આરોપોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેટા ઇરાદાપૂર્વક બાળકોને તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યસની બનાવી રહ્યું છે, જે તેની એપ્સમાં ચોક્કસ સુવિધાઓ દ્વારા સંચાલિત છે. 

ભારત સરકારે પણ આંખ લાલ કરી

ઓકલેન્ડ સ્થિત કોર્ટમાં કેસની સુનાવણી બાદ, એક સમાધાન થયું છે જે હેઠળ મેટા $14 બિલિયન (આશરે ₹1.15 લાખ કરોડ) ચૂકવશે. ચોક્કસ નિયમોનું પાલન કરવા સંમત થશે. આ સમાધાન ચાલુ કેસનો ઉકેલ લાવશે અને કંપનીને અન્ય સંબંધિત મુકદ્દમાઓ અંગે રાહત આપશે. આ પહેલા ભારત સરકારે પણ સોશિયલ મીડિયાના સતત અને સખત ઉપયોગને લઈ કંપની સામે આંખ લાલ કરી હતી. 

ખાસ કરીને બાળકોના મુદ્દાઓને લઈ કંપનીએ દાખવેલી બેદરકારી પર કાર્યવાહી કરવા તૈયાર દર્શાવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ચાઈલ્ડ એબ્યુઝને લઈ સરકારે આંખ લાલ કરી હતી. આ સાથે મેટાએ સ્પષ્ટતા કરી હતી કે, આ પછી મેટા એક્શનમાં આવી હતી અને પ્લેટફોર્મ પરથી કેટલાક ખોટા કોન્ટેટ ફિલ્ટર કરવા, દૂર કરવા માટે તૈયારી દર્શાવી હતી