Mon Jun 08 2026

Logo

પશ્ચિમ રેલવેમાં શનિ-રવિ 'મેજર' નાઈટ બ્લોકને કારણે લોકલ ટ્રેનના રહેશે ધાંધિયાઃ સેંકડો ટ્રેનો રદ, જાણો વિગતવાર શેડ્યૂલ

2026-03-27 20:55:00
Author: Mumbai Samachar Team
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે રેલવે રવિવારે મેજર કામગીરી કરે છે, પરંતુ આવતીકાલે પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને બોરીવલી વચ્ચે નાઈટ મેજર-જમ્બો બ્લોક રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા બ્રિજ સંખ્યા 61ના રી-ગર્ડરિંગના કામકાજ માટે કાંદિવલી અને બોરીવલી સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન સ્લો લાઈનમાં આવતીકાલે અને રવિવારે ડાઉન લાઈનમાં બ્લોક રહેશે.

આવતીકાલે કાંદિવલી અને બોલીવરી સ્ટેશનની વચ્ચે અપ એન્ડ ડાઉન લાઈનમાં રાતના 10.30 વાગ્યાથી લઈ બીજા દિવસે 29મી માર્ચના રવિવારે સાંજના 7.30 વાગ્યા સુધી અને બીજો બ્લોક 29મી માર્ચના રવિવારે ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના એક વાગ્યાથી વહેલી સવારના સાડાચાર વાગ્યા સુધી જમ્બો બ્લોક રહેશે.

બ્લોક દરમિયાન સ્લો લાઈન લાઈનની તમામ ટ્રેન ગોરેગાંવ અને બોરીવલી વચ્ચેની ફાસ્ટ લાઈનમાં દોડાવવામાં આવશે, જ્યારે ડાઉન ફાસ્ટ લાઈનમાં બ્લોક વખતે પ્લેટફોર્મ ઉપલબ્ધ નહીં હોવાથી ડાઉન દિશામાં ટ્રેનોને પાંચમી લાઈનમાં દોડાવવામાં આવશે. આ ટ્રેનો રામ મંદિર, મલાડ અને કાંદિવલી સ્ટેશન પર હોલ્ટ રહેશે નહીં.

બ્લોકના સમયગાળા દરમિયાન બોરીવલી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક અને બે પર કોઈ ટ્રેન દોડાવવામાં આવશે નહીં. આ બ્લોક દરમિયાન સેંકડો ટ્રેન રદ રહેશે, જ્યારે અનેક ટ્રેનો મોડી દોડશે. આ ઉપરાંત, અનેક ટ્રેનો અંધેરી અને ગોરેગાંવ સ્ટેશનની વચ્ચે આંશિક રીતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલું જ નહીં, બ્લોકના સમયાગાળા દરમિયાન પંદર કોચની સ્લો ટ્રેન અંધેરી અને બોરીવલી એમ બંને દિશામાં ફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવામાં આવશે. પ્રવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવે છે બે નાઈટ બ્લોકને કારણે પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે. 

આવતીકાલે ડઝનબંધ ટ્રેનો રદ રહેશે, જ્યારે રવિવારે સેંકડો ટ્રેન રદ રહેશે, જેમાં એસી લોકલની સાથે પંદર કોચની ટ્રેનનો પણ સમાવેશ થાય છે. બે નાઈટ બ્લોકને કારણે ઉપર પ્રમાણેની ટ્રેનો પર અસર રહેશે,