મુંબઈ: અભિનેતા ટાયગર શ્રોફની કાર પર ગોળીબારમાં કરવામાં આવ્યો ત્યારે ગોળી વાગવાથી ઘાયલ થયેલા રાહદારી ઉમેશ ચવાણની હાલમાં તબિયત સ્થિર છે અને તબીબી નિરીક્ષણ હેઠળ છે, એમ કેઇએમ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
જુહુમાં પુષ્પા પાર્ક નજીક ઉમેશ ચવાણ રવિવારે સાંજે ઊભો હતો ત્યારે તેને ગોળી વાગી હતી. તેની આરંભમાં જુહુ ખાતેની કૂપર હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ નિષ્ણાતની સંભાળ અને વધુ મૂલ્યાંકન માટે તેને પાલિકા સંચાલિક કેઇએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ગોળીથી તેના હૃદય અને ફેફસાંને કોઇ ઇજા થઇ નહોતી.
Tiger Shroff Firing Case : टायगर श्रॉफ गोळीबार प्रकरण : कोण आहे अनिल पंडित? | Who is Anil Pandit? #TigerShroff #AnilPandit #SalmanKhan #LawrenceBishnoi #MumbaiNews #BollywoodNews #CrimeNews #MumbaiSamacharMarathi #MarathiNews #BreakingNews https://t.co/cQIQTJ8hwf
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
હાલમાં તે સ્થિર છે. તેને કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જરી ટીમ તરફથી ક્ધસલ્ટેશન સાથે ડિપાર્ટમેન્ટ ઓફ જનરલ સર્જરી હેઠળ ઇમરજન્સી આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. તબીબી પરિભાષામાં તે હેમોડાયનેમિકલી સ્થિર છે, જેનો અર્થ રક્તપ્રવાહ સ્થિત અને સામાન્ય છે.
Tiger Shroff Car Firing News : Anil Pandit च्या Viral Audio Clip मध्ये नेमकं काय? | Bollywood Industry | Tiger Attack Audio Viral #TigerShroff #TigerShroffNews #LawrenceBishnoiGang #AnilPandit #SalmanKhan #JuhuFiring #MumbaiCrime #BreakingNews #MarathiNews #MumbaiSamacharMarathi https://t.co/ikIqQiYge1
— Mumbai Samachar Marathi (@mumbai_mar53692) October 19, 2026
તેના હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર સહિતનાં મહત્ત્વનાં ચિહ્નો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. વધુ ઇમેજિંગ અને નિષ્ણાતના આકલન થકી ચિકિત્સકીય પ્રગતિને આધારે તેના ઉપચારનો ત્યાર બાદનો ક્રમ નક્કી કરાશે, એમ હોસ્પિટલે કહ્યું હતું. (પીટીઆઇ)