Sun Jul 12 2026

Logo

ટ્વિશા શર્મા કેસમાં મોટો વળાંક: દિલ્હી AIIMS એ CBI ને સોંપ્યો ગુપ્ત રિપોર્ટ, થયા ચોંકાવનારા ખુલાસા

2026-07-12 18:06:14
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ભોપાલમાં જાણીતી અભિનેત્રી ટ્વિશા શર્મા મૃત્યુ કેસના રહસ્યને ઉકેલવા સીબીઆઈ કાર્યરત છે. આ કેસમાં કોર્ટના આદેશ બાદ હવે ટ્વિશા શર્માનું બીજું પોસ્ટમોર્ટમ  દિલ્હીના એઇમ્સના ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતું. જેની બાદ એઇમ્સના ડોકટરોએ તેનો અંતિમ રિપોર્ટ સીલબંધ કવરમાં સીબીઆઈને સોંપ્યો છે. 

તુની વીંટી -પર ત્વચાના કોષોની હાજરીની પુષ્ટિ થઈ

આ અંગે માહિતી મુજબ  એઇમ્સ મેડિકલ બોર્ડ દ્વારા હિસ્ટોપેથોલોજીકલ પરીક્ષણોમાં કથિત લિગેચર મટિરિયલ - જિમ્નેસ્ટિક્સ બેલ્ટ સાથે જોડાયેલ ધાતુની વિંટી -પર ત્વચાના કોષોની હાજરીની પુષ્ટિ થઈ છે તેમ જ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગળું દબાવવા માટે વપરાયેલી વસ્તુ ટ્વિશા શર્માના ગળા પર મળેલા ઈજાના નિશાન સાથે મેચ થાય છે. 

11 પાનાનો  ફોરેન્સિક રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો

જોકે, આ હાઇ પ્રોફાઇલ કેસમાં મેડિકલ બોર્ડનો અંતિમ મેડિકલ રિપોર્ટ ગુપ્ત રાખવામાં આવ્યો છે. જેને કોર્ટના આદેશ મુજબ  સીલબંધ કવરમાં સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. તેમ જ 11 પાનાનો આ ફોરેન્સિક રિપોર્ટ શુક્રવારે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. 11 પાનાનો ફોરેન્સિક રિપોર્ટ શુક્રવારે સોંપ્યા પછી મધ્ય પ્રદેશ હાઈ કોર્ટના નિર્દેશો અને એના પછી સુપ્રીમ કોર્ટના આદેશને કારણે રિપોર્ટને સંપૂર્ણપણે જાહેર કરવામાં આવ્યો નથી.

બીજી વાર  પોસ્ટમોર્ટમનો આદેશ આપવામાં આવ્યો હતો

ટ્વિશા શર્મા પ્રથમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પણ મૃત્યુ અંગે કોઇ મહત્વની સાબિતી મળી ન હતી. જેના પગલે કોર્ટ દ્વારા બીજી વાર પોસ્ટમોર્ટમનો આદેશ આપવામાં આવ્યો હતો. એઇમ્સ મેડિકલ બોર્ડ સમક્ષ પ્રાથમિક પ્રશ્ન એ હતો કે શું ધાતુની વિંટીવાળો જિમ્નેસ્ટિક બેલ્ટ  જેનો ઉપયોગ ફાંસી માટે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. તે ખરેખર ત્વિષા શર્માના ગળા પર મળેલા ત્વચાના કોષો સાથે મેળ ખાય છે કેમ.

એઈમ્સ દિલ્હી કેસ અંગે શું કહ્યું, એ પણ જાણો

એઈમ્સ દિલ્હીમાં ફોરેન્સિક વિભાગના ડોક્ટરે કહ્યું છે કે કોર્ટના આદેશોને કારણે સત્તાવાર રીતે રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ બોર્ડે કોઈ તમામ બાબતોની તપાસ કરી છે. ડોક્ટરે કહ્યું છે કે મેડિકલ બોર્ડે તમામ બાબતને લઈ તપાસ કરી છે, જેમાં એક મહિના સુધી વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ લખ્યો છે. સચ્ચાઈ અને ન્યાયના હિતમાં સીબીઆઈ અને કોર્ટનો પણ સ્પષ્ટ અભિપ્રાય છે.