મુંબઈઃ ‘ધમાલ’ની ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘ધમાલ 4’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. 10 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મ અત્યારે ધૂમ કમાણી કરી રહી છે. તેની સામે આલિયા અને અક્ષય કુમારની ફિલ્મ પણ પાણી ભરી રહી છે. અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ, રવિ કિશન, જાવેદ જાફરી અને સંજીદા શેખ સ્ટારર ફિલ્મે પહેલા દિવસે 13.75 કરોડની કમાણી કરી હતી. ઓપનિંગમાં અનેક મોટી ફિલ્મનો માત આપી દીધી છે. રિલીઝ થયાના બીજા દિવસે પણ મોટી સંખ્યામાં લોકોએ આ ફિલ્મ જોઈ છે.
કુલ મળીને 53 કરોડ રૂપિયાનો વેપાર કર્યો
કમાણીની વાત કરવામાં આવે તો, બીજા દિવસે કમાણીમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. અત્યાર સુધીમાં આ ફિલ્મે કુલ મળીને 53 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. બીજા દિવસે એટલે કે શનિવારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 22.50 કરોડ રૂપિયા છાપી લીધા છે. હવે ત્રીજા દિવસની કમાણી પણ દરેકની નજર છે. આ ફિલ્મે માત્ર બે જ દિવસમાં 50 રકોડનો આંકડો પાર કરી લીધો છે, એટલું જ નહીં પરંતુ આલિયાની ‘આલ્ફા’ અને અક્ષય કુમારની ‘વેલકમ ટુ જંગલ’ને પણ કમાણીમાં માત આપી દીધી છે.

ફિલ્મનું વિદેશી કલેક્શન રૂપિયા 10 કરોડને પાર
અજય દેવગણ અને અરશદ વારસી અભિનીત ફિલ્મ 'ધમાલ 4' ના વર્લ્ડ વાઈડ કલેક્શનની વાત કરવામાં આવે તો, ફિલ્મે બીજા દિવસે વિદેશી બજારોમાં રૂપિયા 5 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું વિદેશી કલેક્શન રૂપિયા 10 કરોડને પાર પહોંચી ગયું છે, જેનાથી તેની વિશ્વભરની કુલ કમાણી 53.80 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જ્યારે અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' પહેલાથી જ થિયેટરોમાં પ્રભુત્વ ધરાવતી હતી, તેને પણ હવે ધમાલ 4 હંફાવી રહી છે.