મુંબઈઃ થોડી હોરર, સસ્પેન્સ, એક્શન અને દરેક ફ્રેમમાં કંઈક ખાસ હોય એવી વેબ સિરીઝ જોવાની ઈચ્છા હોય તો આ વીકએન્ડ પર સાઉથ કલ્ચરને ફીલ કરવાતી વેબસિરીઝ સ્ટ્રિમ થઈ રહી છે. પહેલો એપિસોડ પૂરો થયા બાદ ડર અવશ્ય લાગશે પણ સિરીઝ છેક સુધી જોવા માટે બેસાડી રાખશે. વાત છે અય્યામાનેની. વર્ષ 2025માં કન્નડ હોરર મિસ્ટ્રી થ્રિલર સિરીઝ સ્ટ્રિમ થઈ છે. કેટલાક સીન એવા છે તે વિચારતા કરી દેશે તો કેટલાક સીનમાં શ્વાસ થંભી જશે. ટ્વિસ્ટ અને ટર્ન એવા કે કલ્પના કરી ન શકાય.
આખો કિસ્સો આવો છે
સમગ્ર સ્ટોરીની શરૂઆત એક યુવતીથી થાય છે, નામ છે જાજી. જેના લગ્ન દુષ્યંત નામના યુવક સાથે થાય છે. છોકરાનો પરિવાર એ વાત છુપાવે છે કે, દુષ્યંત પહેલાથી જ લગ્ન કરી ચૂક્યો છે અને પત્નીનું મૃત્યું થયું છે. જાજીના સાસરિયાએ ઘરનું નામ અય્યાના માને રાખે છે. જ્યારે યુવતી લગ્ન કરીને ઘરે આવે છે એ સમયે સસરાનું મોત થઈ જાય છે.
આ ઘટના બાદ યુવતી એક અલગ પ્રકારનું સેપરેશન ફીલ કરે છે. બીજા લોકોથી દૂર રહીને રહેવા લાગે છે. જાજીને સપોર્ટ મળે છે ઘરમાં કામ કરવા માટે આવતી કામવાળીનો. જે વાર્તા કરે છે કે, અગાઉની ત્રણ પત્નીના મોત કેવી રીતે થયા. થોડી ક્ષણ માટે તો લાગે છે કે, હવે યુવતીનો વારો છે. પણ વાર્તા ત્યાંથી આગળ વધે છે.
એન્ડ પણ જબરદસ્ત
પાત્રમાં જે ક્નેક્શન બતાવાયું છે એમાં સાસુનું ક્નેક્શન ખાસ છે પણ એના પર ફેન્સની ખાસ કોઈ આશંકા જતી જ નથી. દરેક એપિસોડ એક એવા ક્લુ અને કડી સાથે એન્ડ થાય છે કે, બીજા એપિસોડ માટે ફરજિયાત નેક્સ્ટનું બટન ક્લિક કરવું જ પડે. સિરીઝ ખૂબ જ સિંમ્પલ છે અને સસ્પેન્સ છે. કોઈ મોટા પ્રોમો નથી પણ યુવાનોને વિચારતા કરી દે આવી સિરીઝ છે. એક્ટ્રેસ ખુશી, અક્ષય નાયક, માનસી સુધીર, અનિરૂદ્ધ આચાર્ય, રમેશ ઈન્દિરા, હિથા ચંદ્રશેખર અને વિજય સોભરાજ લીડ રોલ પ્લે કરી રહ્યા છે.
ઓટીટી પર આ સિરીઝ સ્ટ્રિમ થઈ છે. ઓવરઓલ 6ના રેટિંગ સાથે વેબસિરીઝ ટ્રેન્ડમાં છે. ખાસ કરીને દરેક એપિસોડમાં જે રીતે વિષયમાં કંઈક નવું ઉમેરાય છે એ ફેન્સને છેક સુધી જોવા માટે મજબૂર કરે છે. અંતમાં એક એવો એન્ડ જે ખરેખર ભલભલાને સ્તબ્ધ કરી દે છે.