Wed Oct 14 2026

Logo

અદાણી સમૂહ પશ્ચિમ બંગાળમાં ૨૦૩૫ સુધીમાં રૂપિયા એક લાખ કરોડથી વધુનું રોકાણ કરશે

2026-09-25 19:45:00
Author: Mumbai Samachar Team
અદાણી સમૂહ પશ્ચિમ બંગાળમાં ૨૦૩૫ સુધીમાં રૂપિયા એક લાખ કરોડથી વધુનું રોકાણ કરશે

Gautam Adani


કોલકાતાઃ અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ પશ્ચિમ બંગાળ માટે એક મોટી રોકાણ યોજનાનો પ્લાન રજૂ કર્યો છે. સમૂહ ૨૦૩૫ સુધીમાં બંગાળમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવતું હોવાની જાહેરાત સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ ગુરૂવારે કરી હતી.

આ રોકાણ વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. જેમાં બંદર, લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, રસ્તાઓ, પુલો અને રોપવે, ગ્રીન સિમેન્ટ અને હાઇપરસ્કેલ ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ જાહેરાતથી પશ્ચિમ બંગાળમાં સમૂહની હાજરી વધુ વ્યાપક બનવાની સંભાવના છે.

કોલકાતા નજીક ન્યુ ટાઉન વિસ્તારમાં બે હજાર બેડની હોસ્પિટલના શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન ગૌતમ અદાણીએ આ જાહેરાત કરી હતી. આ દરમિયાન સભાને સંબોધતા અદાણીએ જણાવ્યું હતું કે સમૂહ મલ્ટી-સ્પેશિયાલિટી 'અદાણી આરોગ્ય મંદિર' પર ૪,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ હોસ્પિટલનું નામ અદાણી આરોગ્ય મંદિર રાખવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટથી આશરે ૧૦,૦૦૦ લોકો માટે રોજગારની તકો ઊભી થશે. આ હોસ્પિટલને નોન-પ્રોફિટ મોડલ પર વિકસાવવામાં આવશે. જેના અડધા બેડ આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત રાખવાની યોજના છે. આ સુવિધામાં રિસર્ચ અને કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એક મેડિકલ કોલેજ પણ હશે.