Sat Sep 05 2026

Logo

મુંબઈમાં J.J. મહાનગર બ્લડ બેંકનું લાઈસન્સ રદ: FDAની મોટી કાર્યવાહી

2026-07-12 18:30:00
Author: Sapna Desai
મુંબઈમાં J.J. મહાનગર બ્લડ બેંકનું લાઈસન્સ રદ: FDAની મોટી કાર્યવાહી

મુંબઈ: લોહીની ચોરીને કારણે ચર્ચાસ્પદ રહેલી મુંબઈની જે.જે. મહાનગર બ્લડબેંકનું લાઈસન્સ ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. લોહીની ચોરીનું પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ ૨૨થી ૨૩ જૂન દરમ્યાન એફડીએએ કરેલી તપાસમાં બ્લડબેંકમાં અનેક ગંભીર નિયમભંગ થયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે બ્લડબેંક સમાધાનકારક સ્પષ્ટીકરણ આપી શકી ન હોવાથી એફડીએ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

લોહીની ચોરીના કેસમાં એફડીએ દ્વારા બ્લડ બેંકને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી  કરી હતી અને ખુલાસો કરવા માટે ૧૫ દિવસનો સમય આપવામાં આપ્યો હતો. જોકે   બ્લડ બેંક દ્વારા આપવામાં આવેલો જવાબ સંતોષકારક નહીં જણાતા તાત્કાલિક તેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.

જે. જે. મહાનગર બ્લડ બેંકે તેના ખુલાસામાં સ્વીકાર્યું છે કે તેણે ‘માયા બ્લડ’ બેંકને ૫૦ બિનપરીક્ષણ કરાયેલ બ્લડ બેગ મોકલી હતી. બ્લડ બેંકનો દાવો છે કે તેણે કેમ્પ આયોજકોની સૂચના પર આવું કર્યું હતું. જોકે સરકારી બ્લડ બેંકની કાયદાકીય જવાબદારી ઓછી થતી નથી. લોહીનો સ્ટોક, બેચ-વાઇઝ રેકોર્ડ, ટ્રેસેબિલિટી અને દસ્તાવેજીકરણ સંબંધિત નિયમોનું પાલન કરવું જરૂરી છે.

તપાસ બાદ જોવા મળેલી ભૂલો માટે સંતોષકારક સ્પષ્ટીકરણ જણાતું નથી. તેથી એફડીએ સ્પષ્ટતા કરી છે કે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમ ૧૯૪૫ ના નિયમ ૧૨૨ પી (૧)(બ) અને અનુસૂચી એફ ભાગ એક્સાઈઆઈ-બીમાંની સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન છે. તેથી તેણે તેમનું લાઈસન્સ રદ કર્યું હતું.