Sun Jul 12 2026

Logo

અમદાવાદે રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડઃ મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ

2026-07-12 19:47:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત ભાઇ શાહે પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગર ને હરિયાળી લોકસભા વિસ્તાર બનવાવા કરેલા સંકલ્પ ને સાકાર કરવાની દિશામાં અમદાવાદ મહાનગર પાલિકાએ એક મહત્વ પૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 

પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. 

આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો છે. અહી મિયાવાકી પદ્ધતિથી જુદી જુદી 35 જેટલી સ્થાનિક જાતોનાં રોપાનું એક જ સ્થળે એક જ કલાકમાં 3.61 લાખ રોપાઓનું વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ અમદાવાદ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે. કુલ 25 હજારથી વધુ નાગરિકોની સક્રિય લોક ભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બન્યું હતું.