મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત પ્રગતિશીલ રહેશે. ગુરુ અને શનિનો શુભ સંયોગ તમારા કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સને ફરીથી ગતિ આપશે. વ્યાપારીઓને મોટો આર્થિક નફો થવાની સંભાવના છે, ખાસ કરીને જેઓ પાર્ટનરશિપમાં કામ કરે છે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે અને વડીલો સાથેના સંબંધો મજબૂત બનશે. કોઈ નવું વાહન કે મકાન ખરીદવાની યોજના સફળ થઈ શકે છે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ આંખોની સંભાળ રાખવી જરૂરી છે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક લાભની તક લઈને આવશે. નાણાંકીય સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર પરિણામો આપનારો રહેશે. આજે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યા છે. ઓફિસમાં તમારા કામનો બોજ વધી શકે છે, પરંતુ તમારી મહેનત સિનિયર્સની નજરમાં આવશે જે ભવિષ્યમાં પ્રમોશનનો માર્ગ ખોલશે. આર્થિક મોરચે ખર્ચ પર થોડો કાબૂ રાખવો, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. વાણી અને ગુસ્સા પર સંયમ રાખવો, કારણ કે નજીકના મિત્ર અથવા સંબંધી સાથે મતભેદ થવાની આશંકા છે. સાંજનો સમય પરિવાર સાથે વિતાવવો ફાયદાકારક રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ઊર્જાવાન અને સકારાત્મક સાબિત થશે. કરિયરમાં બદલાવની ઈચ્છા રાખતા લોકોને નવી અને આકર્ષક નોકરીની તકો મળી શકે છે. બિઝનેસમાં અણધાર્યો ધનલાભ થવાના પ્રબળ યોગ છે, જેનાથી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. લવ લાઈફમાં મધુરતા રહેશે અને પાર્ટનર સાથે ચાલી રહેલી ગેરસમજણો દૂર થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા કે સ્પર્ધાત્મક ક્ષેત્રે ઉત્તમ પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિથુન રાશિના જાતકોનું પ્રોપર્ટી કે ઘર ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આજે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે તમે એ જવાબદારીઓ સારી રીતે પૂર્ણ કરશો.
કર્કઃ
ગુરુ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી આજનો દિવસ તમારા માટે વરદાન સમાન સાબિત થશે. નવપંચમ રાજયોગના પ્રભાવથી તમારા માન-સન્માન અને આત્મવિશ્વાસમાં અદભુત વધારો થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને જૂના રોકાણમાંથી મોટો આર્થિક ફાયદો થશે. સરકારી કામો કે કાનૂની વિવાદોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. જીવનસાથી સાથેનો તણાવ દૂર થશે અને ઘરમાં ખુશહાલી આવશે. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. માતા-પિતાની કોઈ વાત આજે તમને ખરાબ લાગી શકે છે, પરંતુ તમે એમને કંઈ પણ કહેશો નહીં. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગદોડ ભરેલો પરંતુ ફળદાયી રહેશે. વ્યવસાય કે કામના અર્થે અચાનક નાની યાત્રા કરવી પડી શકે છે, જે ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને જૂનું દેવું ચૂકવવામાં સફળતા મળશે. ઓફિસમાં કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહીં, તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. આજે તમને મોસાળથી આર્થિક લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. નોકરીયાત વર્ગને કાર્યસ્થળ પર અનુકૂળ વાતાવરણ મળશે અને સહકર્મીઓનો પૂરો સહકાર પ્રાપ્ત થશે. વ્યાપારના ક્ષેત્રમાં લીધેલા નિર્ણયો સચોટ સાબિત થશે અને નફાનું પ્રમાણ વધશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મધુર બનશે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યો તરફ રુચિ વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પણ પૂરતી ઊંઘ લેવી. રાજકારણમાં આગળ વધી રહેલાં લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમે એક પછી એક મહત્ત્વના નિર્ણયો લેશો.
તુલાઃ
તુલા રાશિના જાતકોએ આજે થોડું સંભાળીને ચાલવાની જરૂર છે. માનસિક ચિંતા કે અજંપાના કારણે કામમાં મન નહીં લાગે, તેથી મેડિટેશનનો સહારો લેવો હિતાવહ છે. નાણાકીય લેવડદેવડ કે પ્રોપર્ટી સંબંધિત દસ્તાવેજો પર સહી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. ઓફિસમાં રાજનીતિથી દૂર રહેવું અને તમારા કામ પ્રત્યે વફાદાર રહેવું. નકારાત્મક વિચારોને મન પર હાવી થવા દેવા નહીં. સાંજ પછી સ્થિતિમાં સુધારો થશે અને મિત્રોનો સપોર્ટ મળશે. આજે લાંબા સમય બાદ તમારી મુલાકાત જૂના મિત્ર સાથે થઈ શકે છે, અને તમે મોજ-મસ્તીમાં સમય પસાર કરશો. વિદેશ જઈને બિઝનેસ કરવા માંગતા લોકોની ઈચ્છા આજે પૂરી થશે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. ખાસ કરીને જે લોકો શેરબજાર કે લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા છે, તેમને મોટો આર્થિક લાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે. વિદેશ જવા ઈચ્છતા લોકોની નડતરરૂપ અડચણો દૂર થશે. પરિવારમાં કોઈ શુભ કે ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે ઘૂંટણ કે સાંધાના દુખાવાથી સાવધ રહેવું. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો કરવાથી બચવું જોઈએ, નહીં તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત મજબૂત અને લાભદાયી રહેશે. અટકેલા નાણાં અચાનક પરત મળવાથી આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે. વ્યાપારને વિસ્તારવા માટે નવી લોન કે આર્થિક મદદ સરળતાથી મળી રહેશે. વડીલો અને માતા-પિતાના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યો ચપટીમાં પૂરા થશે. જીવનસાથી તરફથી કોઈ સુંદર સરપ્રાઈઝ મળી શકે છે, જેનાથી સંબંધો વધુ ગાઢ બનશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. આજે તમે મિત્રો અને પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓમાંથી મુક્તિ અપાવનારો રહેશે. કોર્ટ-કચેરી કે સરકારી મામલાઓમાં ચાલી રહેલા વિવાદોનો કાયમી ઉકેલ આવશે અને ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળશે જે તમારી પ્રતિષ્ઠા વધારશે. સંતાનની સંગત અને શિક્ષણ પર થોડું ધ્યાન આપવાની જરૂર છે. હરવા-ફરવા દરમિયાન કોઈ મહત્વની વ્યક્તિ સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. આજે તમને અચાનક ધનલાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે રાજયોગ વરદાન સમાન સાબિત થશે, કારણ કે શનિ તમારી જ રાશિમાં છે. બેંકિંગ, ફાઇનાન્સ, શિક્ષણ અને ટેક્સટાઈલ સેક્ટર સાથે જોડાયેલા લોકોને બમ્પર મુનાફો થશે. નવું સ્ટાર્ટઅપ કે મોટું રોકાણ શરૂ કરવા માટે આજનો દિવસ સર્વોત્તમ છે. લાંબા સમયથી ચાલી આવતી માનસિક મૂંઝવણનો અંત આવશે અને યોગ્ય દિશા મળશે. ઘરમાં મહેમાનોની અવરજવરથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. કુંભ રાશિના જાતકોએ આજે કોઈના વિવાદમાં વિના કારણે બોલવાથી બચવું પડશે, નહીં તો વાતનું વતેસર થઈ શકે છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો તે એ જવાબદારીને સારી રીતે પૂરી કરશે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર અને ઉતાર-ચઢાવ વાળો રહી શકે છે. દિવસના પહેલા ભાગમાં કામનું દબાણ વધુ રહેશે, પરંતુ બપોર પછી પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવી જશે. અચાનક ધનલાભ થવાના યોગ છે, પરંતુ લોટરી કે સટ્ટાબજારથી દૂર રહેવું હિતાવહ છે. નજીકના સંબંધીઓ સાથે વાણીના કારણે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. આજે જીવનસાથી સાથે કોઈ મુદ્દે જો વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. લાંબા સમય બાદ માતા-પિતાના આશિર્વાદથી અટકી પડેલું કોઈ કામ પૂરું થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.