Sun Aug 23 2026

Logo

હવે શ્વેતા તિવારી શા માટે તુકારામ મુંઢેને આમ કહ્યું, 'મુંઢે જી આપ કહાં હો?'

2026-08-20 15:53:54
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડની જાણીતી અને ચર્ચામાં રહેનારી શ્વેતા તિવારી તાજેતરમાં ચર્ચામાં આવી છે, તેમાંય પોતાના ઘરે નીકળેલા ક્રોંકોચને કારણે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશ્નર અને 'અસલી સિંઘમ' કહેવાતા આઈએએસ તુકારામ મુંઢે આજકાલ વાસીખોરાક વેચનારાઓ પર તાબડતોબ કાર્યવાહી કરી રહ્યા છે, ત્યારે અભિનેત્રી શ્વેતા તિવારીએ પણ તેમની પાસે મદદ માંગી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

શ્વેતા તિવારીએ એક ક્વિક-કોમર્સ એપ્લિકેશન પરથી કોલ્ડડ્રિંક મંગાવ્યું હતું. જેની નજીક કોક્રોચ પણ જોવા મળ્યો હતો. જોકે, ઘરમાં ફરતા કોંક્રોચનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી શ્વેતાએ આઈએએસ તુકારામ મુંઢેને ટેગ કરીને પૂછ્યું હતું 'મુંઢે જી આપ કહાં હો?'

શ્વેતાએ કહ્યું 'શું હવે તુકારામ મુંઢેને ટેગ કરું?

શ્વેતા તિવારીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કોંક્રોચનો વીડિયો શેર કરતા ડિલિવરી પ્લેટફોર્મ અને મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેને ટેગ કર્યા હતા. ક્લિપમાં એ બોલે છે કે, 'કોંક્રોચ પણ સાથે આવ્યો છે. જુઓ કોંક્રોચ આખા ઘરમાં ભાગી રહ્યો છે. તો શું અમારે તુકારામ મુંઢેને ટેગ કરવા જોઈએ? મુંઢેજી હવે તો અમારા ઘરે કોક્રોચ આવી રહ્યા છે. ક્યાં છો, મહેરબાની કરીને આના પર ધ્યાન આપો.' 

વીડિયો જોઈ બેદરકારી મુદ્દે યૂઝર્સ ભડક્યાં 

શ્વેતા તિવારીનો આ કોંક્રોચવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ બેદરકારી પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કામની વાત કરીએ તો શ્વેતા આજકાલ રિયાલિટી શો 'ધ ટ્રટર્સ 2'માં જોવા મળશે. આ શોમાં તેની સાથે મલ્લિકા શેરાવત, મુનાવર ફારુકી, રિયા ચક્રવર્તી, ક્રિસ્ટલ ડિસોઝા અને રણવીર બરાર સહિત અન્ય ફિલ્મી કલાકારોનો સમાવેશ થાય છે.