Tue Sep 15 2026

Logo

ગેરેજના કંપાઉન્ડમાં પાર્ક કરાયેલા છ વાહન આગમાં ભડથું

2026-03-05 18:07:00
Author: Yogesh D. Patel
ગેરેજના કંપાઉન્ડમાં પાર્ક કરાયેલા છ વાહન આગમાં ભડથું

થાણે: થાણેમાં ગેરેજના કંપાઉન્ડમાં આગ લાગતાં ત્યાં પાર્ક કરાયેલા છ વાહન સળગી ગયાં હતાં, એમ અધિકારીએ જણાવ્યું હતું. થાણે પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીએ જણાવ્યું હતું કે વાગલે એસ્ટેટ વિસ્તારમાં અચ્યુતાનંદ ઑટો ગેરેજની ખુલ્લી જગ્યામાં બુધવારે મોડી રાતે એક વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

ગેરેજના કંપાઉન્ડમાં મિની ટ્રક અને કાર સહિત છ વાહન પાર્ક કરવામાં આવ્યાં હતાં, જે આગમાં સળગી ગયાં હતાં. એ સિવાય ત્યાં કેટલીક નકામી સામગ્રી પણ સળગી ગઇ હતી. દરમિયાન આગની જાણ થતાં અગ્નિશમન દળના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના સ્ટાફની મદદથી મોડી રાતના 1.50 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવા પાછળનં કારણ જાણી શકાયું નહોતું. (પીટીઆઇ)