થાણે: થાણે જિલ્લામાં મહિલાના ઘરમાંથી 8.84 લાખ રૂપિયાના દાગીના ચોરવા બદલ 37 વર્ષના પડોશીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.મહિલાએ 3 ઑગસ્ટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે તેના ઘરનું તાળું તોડીને ઘૂસેલા અજાણ્યા શખસે સોનાના દાગીના ચોર્યા હતા.
મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી હતી અને મહિલાના પડોશમાં રહેતા વિવેશ ગોરીવલે (37)ને શંકાને આધારે પૂછપરછ માટે તાબામાં લીધો હતો.
પૂછપરછમાં વિવેશ ગોરીવલેએ ગુનાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
વિવેશે પોલીસને જણાવ્યું હતું કે દુકાન ખરીદવા માટે તેને તાત્કાલિક નાણાંની જરૂર હતી. આથી તેણે ગુનો આચર્યો હતો. પોલીસે બાદમાં મુંબઈની એક કંપનીમાં છુપાવવામાં આવેલા દાગીના જપ્ત કર્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)